તીન તલાક બિલને રાષ્ટ્રપતિ કોવિંદે આપી મંજૂરી..

મુસ્લિમ મહિલાઓને એક સાથે ત્રણ વખત તલાક…તલાક બોલીને અપાતી ફારગતીને ગુનો ગણાવનાર ઐતિહાસિક બિલને ગઇકાલ બુધવાર મોડી રાત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાની મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિએ આ બિલ પર હસ્તાક્ષર કરતાની સાથે જ વિવાહ અધિકાર સંરક્ષણ બિલ હવે કાયદો બની ગયો છે. આ કાયદો 19 સપ્ટેમ્બર 2018થી લાગૂ મનાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી એનડીએ સરકાર-2 પહેલાં સંસદીય સત્રમાં અત્યાર સુધી 10 બિલ પાસ કરવામાં આવ્યા છે. 17મી લોકસભા અને રાજ્યસભામાં આ બિલ પાસ થયા પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી આ બિલ કાયદો બની જશે. ગુરુવારે ગામ્બિયા પ્રવાસથી પરત ફર્યા પછી રાષ્ટ્રપતિએ ત્રણ તલાક બિલને મંજૂરી આપી દીધી છે.

ત્રણ તલાક બિલ રાષ્ટ્રપતિની મંજૂરી પછી એક કાયદો બની ગયો છે. હવે ત્રણ તલાક આપવાના દોષિત પુરુષને 3 વર્ષની જેલની સજા આપવામાં આવશે. પીડિત મહિલા પોતાના અને સગીર બાળકો માટે ભરણ પોષણના ભત્થાની માંગણી કરી શકશે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી