રાષ્ટ્રપતિ કોવિંદે બંને ગૃહને કર્યું સંબોધન, એક દેશ એક ચૂંટણીથી વિકાસને વેગ મળશે

લોકસભાના બધા સદસ્યોએ સાંસદ પદની સપથ અને નવા લોકસભા અધ્યક્ષની પસંદગી બાદ ગુરુવારે સંસદના બંને સદાનોનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવ્યું છે. આ સયુંકત સત્રને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધિત કર્યું છે.

રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં નવી મોદીસરકારના આગળના પાંચ વર્ષના કામકાજની ઝલક બતાવી છે.

આવો જાણીએ તેમણે શું કહ્યું…

 • મહાત્મા ગાંધીની જયંતીની 150મી જયંતી પછી 17મી લોકસભાના પહેલાં સત્રને સંબોધતા મને ખુશી થઈ રહી છે.
 • દેશમાં દરેક બહેન-દીકરી માટે સમાન અધિકાર સુનિશ્ચિત કરાવાનો હેતુ ‘ટ્રિપલ તલાક’ અને ‘નિકાહ-હલાલા’ જેવી કુપ્રથાઓનું ઉન્મૂલન જરૂરી છે.
 • મતદાન કરવા માટે લોકો ભીષણ ગરમીમાં પણ લાઈનોમાં ઉભા રહ્યા હતા.
 • આ વખતે મહિલાઓની ભાગીદારી વધી છે અને લગભગ પુરુશ બરોબર રહી છે. તે માટે દરેક મતદાતા શુભેચ્છાના હકદાર છે.
 • આઝાદીના 75માં વર્ષમાં ખેડૂતોની આવક બમણી થશે. દરેક ગરીબ પાસે વીજળી કનેક્શન હશે.
 • ‘નેશનલ ડિફેન્સ ફંડ’માંથી વીર જવાનોના બાળકોને મળનાર સ્કોલરશિપની રકમ વધારી દીધી છે.
 • જે ખેડૂત આપણા અન્નદાતા છે, તેમના સમ્માન-રકમની પહોંચ વધારતા, હવે ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ’ને, દેશના દરેક ખેડૂત માટે ઉપલબ્ધ કરાવાનો નિર્ણય લીધો છે.
 • નયા ભારત, ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરના આદર્શ ભારતના એ સ્વરૂપની તરફ આગળ વધશે જ્યાં લોકોનું ચિત્ત-ભયમુકત હોય અને આત્મ-સમ્માનથી તેમનું મસ્તક ઉંચું રહે.
 • કાળા નાણાંની વિરૂદ્ધ શરૂ કરાયેલ મુહિમને વધુ તેજ ગતિથી આગળ વધારાશે.
 • છેલ્લાં બે વર્ષમાં, 4 લાખ 25 હજાર નિર્દેશકોને અયોગ્ય ઘોષિત કરાયા છે અને 3 લાખ 50000 શંકાસ્પદ કંપનીઓના રજીસ્ટ્રેશન રદ્દ થઇ ચૂકયા છે.
 • આ વર્ષે પ્રયાગરાજમાં અર્ધકુંભ દરમિયાન ગંગાની સ્વચ્છતા અને શ્રદ્ધાળુઓને મળેલી સુવિધાની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે.
 • પ્રથમ વખત કોઈ સરકારો નાના દુકાનદાર ભાઈ-બહેનોની આર્થિક સુરક્ષા પર ધ્યાન આપ્યું છે.
 • કેબિનેટની પ્રથમ બેઠકમાં જ નાના દુકાનદારો અને રીટેલ ટ્રેડર્સ માટે અલગ પેન્શન યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાનો લાભ દેશના લગભગ 3 કરોડ નાના દુકાનદારોને મળશે.
 • રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત ગામડાઓની 3 કરોડ મહિલાઓને અત્યાર સુધીમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધારે ઋણ આપવામાં આવ્યું છે.
 • ઉજ્જવલા યોજનાથી ધૂમાડાથી મુક્તિ, મિશન ઈન્દ્રધનુષના માધ્યમથી રસીકરણ, સૌભાગ્ય યોજનાથી ફ્રી વીજળી કનેક્શન આ તમામનો લાભ ગ્રામીણ મહિલાઓને મળ્યો છે.
 • મહિલા સશક્તિકરણ મારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓ પૈકીની એક છે. નારી સબળ થવી તથા સમાજ અને અર્થતંત્રમાં તેમની પ્રભાવશાળી ભાગીદારી, એક વિકસિત સમાજની કસોટી છે.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી