ફરી મજાકનો વિષય બન્યા રાહુલ ગાંધી, રાષ્ટ્રપતિ અભિભાષણ દરમિયાન જોતા રહ્યા મોબાઈલ

સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે નરેન્દ્ર મોદી સરકારના આગળના પાંચ વર્ષના પ્લાન વિષે વાત કરી છે. આ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં અભિભાષણ દરમિયાન તેઓ મોબાઈલ જોતા નજરે પડે છે.

રામનાથ કોવિંદના એક કલાકથી થોડા વધુ સમયના અભિભાષણ દરમિયાન પહેલા 24 મિનીટ રાહુલ ગાંધી તેમના મોબાઈલમાં જ વ્યસ્ત રહેલા જોવા મળ્યા છે. 24 મિનીટ મોબાઈલ પર સ્ક્રોલ અને કંઇક ટાઈપ કર્યા પછી તેઓ 20 મિનીટ સોનિયા ગાંધી સાથે વાતચીત કરતો જોવા મળ્યા હતા.

 22 ,  1