રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવશે ગુજરાત

ભાવનગરમાં આવાસ યોજનાનું લોકાર્પણ અને મોરારીબાપુ સાથે કરશે મુલાકાત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે આવવાના છે. આગામી 29 તારીખે સૌરાષ્ટ્રના ગોહિલવાડ ભાવનગરમાં રાષ્ટ્રપતિ કોવિંદ આવશે જ્યાં ભાવનગરમાં તેઓ આવાસ યોજનાનું લોકાર્પણ કરશે એટલું જ નહીં મોરારીબાપુ સાથે પણ રાષ્ટ્રપતિ મુલાકાત કરશે તેવી માહિતી સામે આવી રહી છે. ત્યારે આ કાર્યક્રમો પતાવીને ભાવનગરમાં એક દિવસના રોકાણ બાદ બીજા દિવસે તેઓ દિલ્લી જવા રવાના થશે.

મળેલી માહિતી અનુસાર તા. 29 ઓક્ટોમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગર આવવાના છે. તેઓ 10 વાગ્યે ભાવનગર એરપોર્ટ ખાતે ઉતરશે. ત્યાંથી તેઓ મહુવા મોરારીબાપુની મુલાકાત માટે જશે. બપોરે 12 કલાકે મોરારીબાપુ સાથે મુલાકાત કરશે અને ત્યાર બાદ ભાવનગર પરત ફરશે. સાંજે 4.30 કલાકે ભાવનગર આવાસ યોજનાનું લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમજ તેઓ અહિયાં રાત્રીરોકાણ પણ કરવાના છે. રાષ્ટ્રપતિ ભાવનગર અતિથિગૃહ ખાતે રાત્રિ રોકાણ બાદ સવારે દિલ્હી પરત ફરશે.

 12 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી