પ્રિ.સંજય વકીલની રોટરી કલબના પ્રમુખ તરીકે વરણી

રોટરી કલબ અમદાવાદ પ્રહલાદનગર ખાતે શપથ વિધી યોજાઈ હતી. કલબના પ્રેસીડેન્ટ તરીકે પ્રિ. ડો. સંજય વકીલ તથા સેક્રેટરી તરીકે લકીરાજસિંહ ઝાલાએ શપથ લીધા હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ કોર્પોરેશનનાં મેયર બીજલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આસીસ્ટન્ટ ગર્વનર નવરોઝ તથા ડીસ્ટીકટ સેક્રેટરી ધર્મેન્દ્રભાઈએ શપથવિધિ કરાવી હતી.

રોટરી કલબના પ્રમુખ સંજય વકીલે કયું હતું કે ભારત દેશમાં ૪૦% થી વધુ લોકો ગરીબી રેખા નીચે જીવે છે. નિરક્ષરતા પણ એટલીજ છે. શિક્ષણનાં અભાવને કારણે લોકો બદીઓથી ઘેરાયેલા છે. આથી આવા લોકોને જાગૃત કરવા માટે તથા તેઓને સાચી દિશા બતાવવા માટે અભિયાન ચલાવવું જોઈએ. પ્રિ. વકીલે કયું હતું કે આપણે સૂર્ય ન બની શકીએ તો કઈ નહી પરંતુ ઘરદિવડો બની શક્ય તેટલી સેવા જરૂરિયાતમંદોને કરવી જોઈએ. સમગ્ર વર્ષ દરમ્યાન કઈ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાશે તેની બ્લ્યુપ્રીન્ટ પણ તેમણે રજૂ કરી હતી.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી