હેડક્લાર્ક કાંડ : સાબરકાંઠા SP કચેરી ખાતે આજે પ્રેસ કોન્ફરન્સ

પરીક્ષાઓનાં ઇતિહાસમાં ક્યારે નહી લેવાયો હોય તેવો હેડક્લાર્કની પરીક્ષામાં નિર્ણય

હેડ ક્લાર્ક ભરતી પરીક્ષા પેપર લીક મામલે આજે સાબરકાંઠા SP કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં મોટા માથાઓના નામ સામે આવી તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. પેપર કાંડની તપાસમાં અત્યાર સુધી 11 માંથી 8લોકોની ધરપકડ કરવામાં આવી છે. મહેન્દ્ર પટેલ અને જસવંત પટેલની આજે અટકાયત કરી પૂછપરછ માટે હિંમતનગર dysp કચેરી ખાતે આરોપીઓ લઈ જવામાં આવ્યા છે. હજુ અન્ય ૩ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે ત્યારે તપાસમાં વધુ નામ સામે આવે તેવી સંભાવના છે.

ખાસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પેપરલીકના તાર સચિવાલય સુધી પહોંચી શકે છે, હાલ જયેશ પટેલ પોલીસ પકડથી દૂર છે. પણ મુખ્ય આરોપી જયેશ પટેલની ધરપકડ બાદ કોઈ અધિકારી તેમજ નેતાની સમગ્ર કેસમાં સંડોવણી હોય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

આ કાંડમાં જેટલા સંડોવાયેલા હશે તે તમામ સામે ગુજસીટોકના કાયદા હેઠળની કલમો લગાવાશે. સરકાર વતી સંઘવીએ જણાવ્યું કે આ કેસના સૂત્રધાર તરીકે સરકારમાં રહેલાં કે પરીક્ષા લેનારાં જે કોઇ વ્યક્તિ સંકળાયેલાં હશે તેમની સામે પણ તપાસ કરાશે. સરકાર આ પરીક્ષા રદ કરવા મામલે ટૂંક સમયમાં બેઠક બોલાવી જાહેરાત કરશે એમ પણ એમણે જણાવ્યું હતું.

સંઘવીએ કહ્યું કે, આખા દેશમાં ક્યારેય પેપર લીક કરવાના ષડયંત્રમાં સંકળાયેલાં લોકો સામે ક્યારેય ન લેવાયેલાં પગલાં આગામી દિવસોમાં આ કેસમાં લેવા જઇ રહ્યા છીએ. અમારો પ્રયાસ છે કે આપણી પાસેના સૌથી મજબૂત કાયદા ગુજસીટોકનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તેની ચર્ચા ચાલુ છે. ટૂંક સમયમાં આ કેસમાં આ કલમો ઉમેરાશે. ભવિષ્યમાં કોઇ આવી હિંમત ન કરે તેવો દાખલો બેસાડવા અમે આમ કરી રહ્યાં છીએ.

જયેશ ઈશ્વર પટેલ : મૂળ ઊંછા ગામનો અગાઉ પ્રાંતિજમાં ફ્રેન્ડ્સ ગ્રુપના નામે એક કા ડબલની સ્કિમમાં ગરીબોના રૂપિયા પડાવી ચૂક્યો છે.

જશંવત હરગોવન પટેલ : ઊંછાના ગામના આધેડે પરીક્ષામાં ઉમેદવાર પુત્ર દેવલ માટે પેપર ખરીદ્યુ અને બીજાને લાખોમાં વેચાણ પણ કર્યું !

દેવલ જશંવત પટેલ : મહેનત વગર લાખો રૂપિયા ચૂકવીને ખરીદેલી આન્સર- કીથી પરીક્ષા આપનારા, ભાજપના મહેન્દ્ર એસ.પટેલનો જમાઈ

ઘ્રુવ ભરત બારોટ : મૂળ બેરણા, હાલ હિંમતનગર. દેવલ પાસેથી ખરીદેલુ પેપર પોગલુમાં મહેન્દ્ર એસ.પટેલના ઘરે સોલ્વ કરનાર પૈસાદાર ઉમેદવાર.

મહેશ કમલેશ પટેલ : મૂળ કાણિયોલ, હાલ રાણીપ અમદાવાદમાં રહેતા આ ઉમેદવારે લાખો રૂપિયા ચૂકવીને આન્સર-કી ખરીદીને પરીક્ષા આપી.

ચિંતન પ્રવિણ પટેલ : પ્રાંતિજના વદરાડનો આ ઉમેદવાર હિંમતનગર- અમદાવાદ હાઈવે પર મજરા ચોકડી ઉપર પશુઓની દવાઓ વેચાણ કરે છે.

કુલદિપ નલિન પટેલ : હિંમતનગરના કાણિયોલનો આ દલાલે સ્થાનિક પાંચ ઉમેદવારોને પેપર વેચ્યુ. વધુ રૂપિયા કમાવવા છેક વિસનગર પહોંચતુ કર્યુ.

દર્શન કિરીટ વ્યાસ : રાજબસેરા બંગ્લોઝ, હિંમતનગરમાં રહેતા આ દલાલે દેવલ પટેલના રૂટથી આવેલા પેપર સાથે ઉમેદવારને વડોદરા પહોંચતો કર્યો.

સતિષ ઉફ્રે હેપ્પી પટેલ : પાટના કુવામાં રહેતા હેપ્પીએ વિસનગરના બાસણામાં પપેર વેચ્યુ, ઉમેદવારો સાથે બેસીને આન્સર-કી સોલ્વ કરાવી.

સુરેશ રમણ પટેલ : મૂળ કુંડોલ, હિંમતનગરના સુરેશ પટેલે રાજબસેરાના દર્શન વ્યાસ મારફતે ખરીદેલુ પેપર ગાંધીનગરના ઉમેદવારો માટે મોકલ્યુ.

મહેન્દ્ર એસ.પટેલ : તેઓ પ્રાંતિજના પોગલુમાં સરપંચની ચૂંટણી લડી રહ્યા છે. જમાઈ દેવલને સરકારી અધિકારી બનાવવા પેપર ખરીદ્યુ અને વેચ્યુ.

આરોપીઓના નામ

 • જયેશભાઇ ઇશ્વરભાઇ પટેલ
 • જશવંતભાઇ હરગોવનભાઇ પટેલ
 • ચિંતન પ્રવીણભાઇ પટેલ
 • કુલદિપકુમાર નલીનભાઇ પટેલ
 • સુરેશભાઇ રમણભાઇ પટેલ
 • દર્શન કિરીટકુમાર વ્યાસ
 • ધ્રુવ ભરતભાઇ બારોટ
 • મહેન્દ્રભાઇ એસ પટેલ

ફરાર આરોપીઓ..

 • સતીષ ઉર્ફે હેપ્પી પટેલ
 • મહેશકુમાર કમલેશભાઇ પટેલ
 • દેવલ જશવંતભાઇ પટેલ

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી