મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે પ્રતિષ્ઠાભર્યો જંગ

ભવાનીપુર સીટ સહિત ત્રણ બેઠકો પર આજે પેટા ચૂંટણી

પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા સીટ પર પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખી આ વિસ્તારમાં સુરક્ષાની પાક્કી વ્યવસ્થા કરવામાં આવી છે અને કેન્દ્રીય દળોની 15 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ બુધવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે જે મતદાન કેન્દ્રો પર આજે મતદાન થવાનું છે. તેના 200 મીટરના દાયરામાં સીઆરપીસીની કલમ 144 લગાવવામાં આવી છે..

દક્ષિણ કોલકત્તાની ભવાનીપુર સીટની પેટા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉમેદવાર છે જ્યારે ભાજપાએ પ્રિયંકા ટિબરેવાલ અને માર્ક્સ વાદી કોમ્યૂનિસ્ટ પાર્ટી (માકપા)ની શ્રીજીવ વિશ્વાસને મેદાનમાં ઉતાર્યા છે. ભવાનીપુરમાં 97 મતદાન કેન્દ્રોના 287 મતદાન સ્થળોમાંથી પ્રત્યેક પર કેન્દ્રીય દળના જવાનો તૈનાત કરવામાં આવશે. બૂથની બહાર સુરક્ષાની દોર કોલકત્તા પોલીસ અધિકારીઓના હાથમાં હશે. કોલકત્તા પોલીસે એક આદેશમાં કહ્યું કે કોઈ પણ મતદાન કેન્દ્રના 200 મીટરના દાયરામાં 5 અથવા તેનાથી વધારે લોકોને એકત્ર કરવાની પરવાનગી નહીં હોય. પત્થર હથિયાર, ફટાકડા અથવા અન્ય વિસ્ફોટક સામગ્રી લાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

 75 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી