પ્રાથમિક શિક્ષણ અનલોકઃ આવતીકાલથી ધોરણ 1થી 5ના વર્ગો ઓફલાઈન શરૂ થશે

બાળકોની ઉંમર નાની હોવાના કારણે વધુ તકેદારી રાખવાની રહેશે

રાજ્યમાં આવતીકાલથી ધોરણ 1થી 5ની શાળાઓ ઓફલાઈન શરૂ કરવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. આ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે. જોકે ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા પણ શરૂ રાખવામાં આવશે.

કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષ જેટલા સમયથી બંધ પ્રાથમિક શિક્ષણના વર્ગો આવતીકાલ સોમવારથી શરૂ થશે. મીડિયાકર્મીઓ સાથે વાત કરતા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ઘણા લાંબા સમયથી શાળાઓ બંધ છે. ત્યારે હવે કોરોનાના કેસ હળવા થતા હવે ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવામાં આવશે. જીતુ વાઘાણીએ ઉમેર્યું કે, વર્ગો શરૂ કરવામાં આવી રહ્યા છે પરંતુ તમામ શાળાઓએ SOPનું પાલન કરાનું રહેશે. બાળકોની ઉંમર નાની હોવાના કારણે વધુ તકેદારી રાખવાની રહેશે.

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં કોરોનાના કેસ ઘટના તબક્કાવાર શિક્ષણ શરૂ કરવામાં આવી રહ્યું છે. સૌ પ્રથમ કોલેજ અને 9થી 12માંના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરાયા. જોકે 1થી 5ના ધોરણમાં બાળકોની ઉંમર નાની હોવાના કારણે ઓફલાઈન શિક્ષણ વ્યવસ્થા શરૂ કરાઈ ન હતી. ત્યારે હવે આખરે બે વર્ષના લાંબા સમય બાદ પ્રાથમિક શિક્ષણ શરૂ થવા જઈ રહ્યું છે.

મહત્વનું છે કે, કોરોનાની ચિંતા વચ્ચે પણ હવે વાલીઓ ધોરણ 1 થી 5ની શાળાઓ શરૂ કરવા માટે માગ કરી રહ્યાં હતા. બાળકોને ઓનલાઈન ભણાવવાથી બાળકોમાં વિચિત્ર વ્યવહાર જેવી કુટેવો પડી રહી છે. ઉપરાંત ઓનલાઈન અભ્યાસથી બાળકોમાં જે પ્રમાણેના વાણી, વર્તન, વ્યવહાર જેવા સંસ્કારોમાં અસર પડી રહી છે. બાળકો અત્યારથી મોબાઈલ કે ટેબ્લેટના આદી થઈ ગયા છે. જેના કારણે થઈ વાલીઓની ચિંતામાં વધારો થયો છે.

 82 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી