વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM રૂપાણી, રાજ્યપાલ તેમજ મેયરે કર્યું સ્વાગત

પીએમ મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આરંભ થયો છે. તેઓ ખાસ વિમાન દ્વારા ગુજરાત આવી પહોંચ્યા છે. તેમના આગમનને લઈને અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો. તો સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તેમજ શહેરના મેયર બિજલ પટેલ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

પીએમ મોદી એરપોર્ટથી સીધી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને પહોંચી બાપાને શ્રદ્ધાંજલિ અર્પી અને તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી છે. ત્યાર બાદ ગુજરાતી ફિલ્મજગતના બે ધુરંધર કલાકારો એવા નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના ઘરે તેમના પરિવારજનોને મળ્યા હતા.

 • પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું
 • પીએમ મોદીનું પ્લેન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ
 • રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ એરપોર્ટ પહોંચ્યા
 • સીએમ રૂપાણી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
 • અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરાયો
 • પીએમ મોદી થોડીવારમાં અમદાવાદ એરપોર્ટ પહોંચશે
 • 1 વાગ્યે એકતા મોલનું ઉદ્ધાટન કરશે
 • ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્કનું લોકાર્પણ કરશે
 • 12 વાગ્યે આરોગ્ય કુટિરનું લોકાર્પણ કરશે
 • બપોરે 3.45 કલાકે જંગલ સફારીનું લોકાર્પણ
 • સાંજે 5 કલાકે વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ
 • 17 પ્રોજેક્ટનું લોકાર્પણ, 4 પ્રોજેક્ટનો શિલાન્યાસ
 • સાંજે 7 કલાકે ડાયનામિક ડેમ લાઈટિંગનું ઉદ્ધાટન
 • સ્ટેચ્યૂ ઑફ યુનિટીની લેશે મુલાકાત
 • SOU પર એકતા દિવસની ઉજવણીમાં લેશે ભાગ
 • રાષ્ટ્રીય એકતા પરેડનું કરશે નિરીક્ષણ
 • દેશની પ્રથમ સી – પ્લેન સેવાનો પ્રારંભ કરાવશે

 71 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર