વડાપ્રધાન મોદીએ બોલાવી તાબડતોબ બેઠક

ઓમિક્રોને વધાર્યુ સરકારનું ટેન્શન, મોટા આદેશ અપાય તેવી શક્યતા

દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન ઝડપથી વધી રહ્યો છે અત્યાર સુધીમાં 14 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે જેના પગલે સરકારની ચિંતા વધારી દીધી છે. આ સ્થિતિ વચ્ચે વડાપ્રધાન મોદીએ આવતીકાલે તાબડતોબ બેઠક બોલાવી છે જેમાં ઓમિક્રોનના સ્થિતિની લઈને ચર્ચા-વિમર્શ થશે.

સરકારી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પ્રધાનમંત્રી મોદીએ હાઇલેવલ મીટિંગ બોલાવી છે જેમા સ્વાસ્થ્ય મંત્રાલય અને ગૃહમંત્રાલયનાં ટોપ અધિકારીઓ સામેલ થઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પ્રધાનમંત્રી મોદીએ દેશમાં ઓમિક્રૉન વેરિયન્ટની સ્થિતિને લઈને આવતીકાલે આ બેઠક બોલાવી છે.

દેશમાં કોરોના વાયરસનાં દૈનિક કેસમાં હાલ તો રાહત જોવા મળી રહી છે પરંતુ ઓમિક્રૉન વેરિયન્ટને લઈને ચિંતા વધી રહી છે. ઓમિક્રૉન વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ કરતાં અનેક ગણો વધારે સંક્રામક હોવાની માહિતી સામે આવી રહી છે. કેન્દ્ર સરકાર પણ આ મુદ્દે અલર્ટ છે અને રાજ્યોને કેટલાક પગલાં ભરવાના આદેશ આપ્યા છે. બીજી તરફ ઓમિક્રૉન વેરિયન્ટનાં કારણે આફ્રિકાની સાથે સાથે યુરોપમાં સૌથી વધારે કહેર જોવા મળી રહ્યો છે. યુરોપનાં અનેક દેશોમાં તાબડતોબ કડક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ બ્રિટન અને અમેરિકા જેવા દેશોમાં પણ ચિંતા વધી છે ત્યાં આ સમગ્ર સ્થિતિ વિશે પ્રધાનમંત્રી મોદી મીટિંગમાં જાણકારી મેળવશે તથા કોરોના વાયરસ સામે લડવા માટે અધિકારીઓને કેટલાક આદેશ આપે તેવી શક્યતા જોવાઈ રહી છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા દિશાનિર્દેશોમાં રાજ્યોને કહેવાયું કે ઓમિક્રોન કોરોનાના જુના ડેલ્ટા વેરિયન્ટની તુલનાએ 3 ગણો ઝડપી ફેલાય છે. આને કારણે કન્ટેનમેન્ટ ઝોન જેવા ઉપાયો અપનાવવાનું શરુ કરી દેવું જોઈએ. મંગળવારે સાંજે રાજ્યોને લખાયેલા લેટરમાં કહેવાયું કે ઓમિક્રોનને પહોંચી વળવા વોર રુમ શરુ કરી દેવા જોઈએ.હાલમાં દેશમાં ઓમિક્રોન અને ડેલ્ટા બન્ને વેરિયન્ટ મોજૂદ છે. તેથી લોકલ અને ડિસ્ટ્રીક્ટ લેવલ પર વધારે ધ્યાન આપવું જોઈએ અને તત્કાળ કાર્યવાહી કરવી જોઈએ. કેન્દ્ર સરકારે ડેટા એનાલિસિસ પર ભાર મૂકતા કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને ડિસ્ટ્રીક્ટ લેવલ પર સંક્રમણ રોકવાના ઉપાય કરવા જોઈએ.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી