વડાપ્રધાન મોદીએ આજે બોલાવી મહત્વની બેઠક

ઓમિક્રોનના વધતાં કેસ અને યુપી સહિતના પાંચ રાજ્યોની ચૂંટણી પર થઈ શકે છે ચર્ચા

દેશમાં એકબાજુ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે ત્યાં બીજી બીજુ નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસો વધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંત્રીપરષિદની મહત્વની બેઠક બોલાવી છે. એક રિપોર્ટ પ્રમાણે આ બેઠક સાંજે 4 વાગ્યે મળે તેવી શક્યતા છે. આ બેઠકમાં તમામ મંત્રીઓ હાજર રહેશે એટલુ જ નહીં આ સમય દરમિયાન પીએમ આગામી વર્ષમાં ઉત્તર પ્રદેશ અને પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ અંગે ચર્ચા કરશે અને ઓમિક્રોન સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરશે.

નોંધનીય છે કે, આ પહેલા પણ પીએમ મોદીએ ગયા ગુરુવારે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં પીએમએ અધિકારીઓને વધુ સતર્ક રહેવાની સલાહ આપી હતી. PM Modi એ અધિકારીઓને સૂચના આપી હતી કે ડેલ્ટા કરતા ત્રણ ગણા વધુ સંક્રમણ ધરાવતા ઓમિક્રોન સાથે વ્યવહાર કરવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ અને જિલ્લા અને તાલુકા સ્તરે પણ તકેદારી જાળવવી જોઈએ.

અત્યાર સુધીમાં 21 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે
ઓમિક્રોન દેશમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. આલમ એ છે કે આ સંક્રમણને જોતા જ 21 રાજ્યો પોતાની ઝપેટમાં આવી ગયા છે. હાલમાં, દેશમાં 650 થી વધુ લોકો ઓમિક્રોનથી સંક્રમિત છે. તે જ સમયે, દિલ્હી અને મહારાષ્ટ્રમાં ચેપ સૌથી વધુ છે.

10 જાન્યુઆરીથી બુસ્ટર ડોઝ
ઓમિક્રોનના કેસોને ધ્યાનમાં રાખીને, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રન્ટ લાઇન વર્કર્સ અને વૃદ્ધ લોકો માટે બુસ્ટર ડોઝની જાહેરાત કરી છે. આ પ્રિકોશન ડોઝ 10 જાન્યુઆરીથી આપવાનું શરૂ થશે. હવે 15 થી 18 વર્ષની વયના કિશોરો માટે પણ વેક્સિનને મંજૂર કરવામાં આવી હોવાથી તેઓનું વેકસીનેશન પણ શરૂ થશે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી