વડાપ્રધાન મોદીએ કેવડિયા ખાતે આરોગ્ય વનનું કર્યું લોકાર્પણ

પીએમ મોદીએ 17 એકરમાં ફેલાયેલા આરોગ્ય વનનું લોકાર્પણ કરી મુલાકાત લીધી

વડાપ્રધાન મોદીની મુલાકાતને લઇને કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાયુ છે, વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે વડાપ્રધાને આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું હતું.

આરોગ્ય વન એક કુદરતી પ્લાન્ટથી ભરપૂર છે. સૌથી વધુ ઓક્સિજન આપે એવા પ્લાન્ટ્સ છે. અહીંના યોગ ગાર્ડનમાં મોદી યોગ કરશે અને તેનું લોકાર્પણ કરશે. વેલનેસ સેન્ટરમાં મસાજ કરાવો તો ખર્ચ થશે. ચાંદોદથી કેવડિયા રેલવે લાઇનનું કામ 60 ટકા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હજી રેલવે લાઇન પૂર્ણ કરવાની છે. રેલવે સ્ટેશનની કામગીરી પણ અધૂરી છે. હજી તૈયાર થતા 6 મહિના લાગશે.

માનવ સમુદાયના સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન ૧૭ એકરમાં પથરાયેલું છે. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ૩૮૦ પ્રજાતિના જુદા જુદા પ લાખ વૃક્ષો વાવવામાં આવેલા છે.

આ વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન – સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયા વગેરેનો સમાવેશ થાય છે.

અહિના આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરાલાના ર્ડાકટર અને નિષ્ણાત સ્ટાફ દ્વારા જુદી જુદી નેચર થેરાપીનો પ્રવાસીઓને લાભ મળે છે. આરોગ્ય વનમાં પ્રવાસીઓ શારિરીક સુખાકારી સાથે કુદરત સાથે તાદમ્ય પણ અનુભવે છે.

 54 ,  1