વડાપ્રધાન મોદી 5 દિવસની વિદેશયાત્રાએ

ઈટલીમાં G20 અને COP26 ઉપરાંત કરશે 20 મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મોડી રાત્રે દિલ્હીથી પાંચ દિવસની વિદેશ યાત્રા પર રવાના થયા હતા. આ દરમિયાન ઇટાલીમાં આયોજિત G20 સમિટમાં ભાગ લેશે જેમાં મોદી G-20ના નેતાઓ સાથે મહામારી ,સતત વિકાસ અને જળવાયપ પરિવર્તનથી વૈશ્વિક આર્થિક અને આરોગ્ય પુનઃપ્રાપ્તિ પર ચર્ચામાં જોડાશે.

પીએમ મોદી ઈટલીના વડા પ્રધાન મારિયો ડ્રેગીના આમંત્રણ પર 30-31 ઓક્ટોબર દરમિયાન રોમમાં યોજાનારી 16મી G20 સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી સાથે પણ બેઠક કરશે. આ દરમિયાન પીએમ મોદી વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસને પણ મળશે.

5 દિવસના આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં શામેલ થવાની સાથે સાથે સતત મોટી દ્વિપક્ષીય બેઠકો કરવાના છે. આ બેઠકોમાં યુરોપીય પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલ, યુરોપીય આયોગની મહિલા અધ્યક્ષ ઉર્સુલા વાન ડેર લેયેન, ઈટલીના પ્રધાનમંત્રી મારિયો ડ્રેગી, પોપ ફ્રાન્સિસ, કાર્ડિનલ સચિવ પૈટ્રો પરોલીન, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો અને સિંગાપુરના પીએમ લી સીન લૂંગ શામેલ છે. સાથે પીએમ મોદી જર્મન ચાંસલર એન્જેલા મર્કેલ, યુકેના પીએમ બોરિસ જોનસન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમ્યૂઅલ મૈક્રો, સ્પેનના પીએમ પેડ્રો સાંચેજ સાથે પણ દ્વિપક્ષીય મુલાકાત કરશે.

પીએમ મોદી 1 નવેમ્બરે લગભગ 3 કલાકની મેરાથોન બેઠક કરવાના

ત્યારે યૂનાઈટેડ કિંગડમમાં પીએમ મોદી 1 નવેમ્બરે લગભગ 3 કલાકની મૈરાથોન બેઠક કરવાના છે. મળતી માહિતી મુજબ પીએમ મોદી સ્થાનીય સમય મુજબ સવારે 9 વાગે બેઠકોનો દોર શરુ કરશે. જેમાં ઈઝરાયલ, જાપાન, સ્વિટઝરલેન્ડ, ફિનલેન્ડ, નેપાળ, મલાવી, યુક્રેન અને અર્જેન્ટીના સામેલ છે. સાથે યુકેમાં પીએમ મોદી માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ સાથે પણ મુલાકાત કરવાના છે.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી