PM મોદી આજે સેનાને સોંપશે એવું હથિયાર કે દુશ્મન દેશની ઊંઘ ઉડી જશે..

વડાપ્રધાન મોદી ત્રણ દિવસ ચૂંટણી રાજ્ય ઉત્તર પ્રદેશના પ્રવાસે

આગામી વર્ષે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની યોજાવાની છે ત્યારે પીએમ મોદી આજથી 19-21 નવેમ્બર સુધી ત્રણ દિવસના ઉત્તર પ્રદેશ પ્રવાસ પર છે. પીએમ મોદી 19 નવેમ્બરે બુંદેલખંડના મહોબા અને ઝાંસીનો પ્રવાસ કરશે. ઝાંસીમાં તે રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વમાં ભાગ લેશે. આ દરમિયાન પીએમ અનેક આધુનિક હથિયાર સેનાને સોંપશે. ત્યારે મહોબાથી પીએમ હર ઘર નળ યોજનાની શરુઆત કરશે. પીએમ મોદી 19 નવેમ્બરની સાંજે લખનૌ જશે. ત્યાંથી તે 20-21 નવેમ્બરે પોલીસ મુખ્યાલયમાં થનારી ડીજીપી કોન્ફરન્સમાં ભાગ લેશે.

પીએમ મોદી બુંદેલખંડમાં જળ સંકટને દૂર કરવા માટે અનેક પરિયોજનાઓનું ઉદ્ધાટન કરશે. આ પરિયોજનાઓથી આ વિસ્તારમાં જળની સમસ્યાને દૂર કરવામાં મદદ મળશે અને ખેડૂતોને જરુરી રાહત મળશે. પીએમ મોદીની જે પરિયોજનાઓની શરુઆત કરશે તેમાં અર્જુન સહાયક પરિયોજના, રતૌલી વિયર પરિયોજના, ભવાની બાંધ પરિયોજના અને મઈગાંવ મરચાનો છંટકાવ જેવી પરિયોજના સામેલ છે. તેને ખર્ચ 3250 કરોડ રુપિયાથી વધારે છે. મનાઈ રહ્યું છે કે આ યોજનાના પુરા થવા પર મહોબા, હમીરપુર, બાંદા અને લલિતપુર જિલ્લામાં લાખો ખેડૂતોને સિંચાઈ માટે પાણી અને પીવાલાયક પાણીની સમસ્યા દુર થશે.

પીએમ મોદી ઝાંસીમાં રાષ્ટ્ર રક્ષા પર્વમાં જે ભાગ લેશે. આ દરમિયાન મોદી સ્વદેશી રુપતી ડિઝાઈન અને વિકસિત કરવામાં આવેલા ઉપકરણો અને હથિયારોને સેનાઓને સોંપશે. પીએમ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલા લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટરને વાયુ સેનાને, ભારતીય સ્ટાર્ટઅપ દ્વારા ડિઝાઈન અને વિકસિકત કરાયેલા ડ્રોન/ યૂએવીને ભૂ સેનામાં અને ભારતના ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલા આધુનિક ઈલેક્ટ્રોનિક્સ વોરફેર સૂટને નેવીને સોંપશે. એટલું જ નહીં પીએમ મોદી ડિફેન્સ કોરિડોરમાં 400 કરોડ રુપિયાની પરિયોજનાના શિલાન્યાસ કરશે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી