વડાપ્રધાન મોદી કેવડિયાથી સી-પ્લેન મારફતે અમદાવાદ પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી સી પ્લેન મારફતે અમદાવાદ પહોંચ્યા છે. વડાપ્રધાને સવારે કેવડિયાથી સી-પ્લેનનું ઉદઘાટન કરી અમદાવાદ આવવા રવાના થયા હતા. સાબરમતી નદીએ પીએમ મોદીએ ઉતરાણ કર્યું હતું. રાજ્યપાલ, સીએમ, ગૃહમંત્રીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

મોદીના આગમનને પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું બહાર પાડીને ડ્રોન સહિતના રિમોટ આધારિત ઉડાડવાના સાધનો પર પ્રતિબંધ લાદયો હતી. એટલું જ નહીં મોર્નિંગ વોક પર પર પ્રતિબંધ લાગૂ કરાયો હતો. ઉપરાંત વડાપ્રધાનની મુલાકાતને પગલે રિવરફ્રન્ટ પર સતત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. છેલ્લા અઢી કલાકથી 4 બોટનું સાબરમતીમાં પેટ્રોલિંગ કરી રહી હતી.

 29 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર