વડાપ્રધાન મોદી જમ્મુ-કાશ્મીરના નૌશેરા પહોંચ્યા

જમ્મુ-કાશ્મીરમાં સેના સાથે ઉજવી દિવાળી

આજે દિવાળી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટર પહોંચી ગયા છે. તેઓ આજે અહીં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. પીએમ મોદી એવા સમયે ત્યાં પહોંચી રહ્યા છે જ્યારે પુંછમાં આતંકી પ્રવૃતિઓ વધી ગઈ છે. આ દરમિયાન દિવાળીના દિવસે વડાપ્રધાન મોદીએ દેશના લોકોને પણ શુભેચ્છા પાઠવી છે.

વડાપ્રધાન મોદીએ આજે સવારે ટ્વિટ કર્યું છે કે, દિવાળીના શુભ અવસરે દેશના લોકોને હાર્દિક શુભેચ્છા. મારી શુભેચ્છા છે કે, આ પ્રકાશ પર્વ તમારા દરેકના જીવનમાં સુખ, સંપન્નતા અને સૌભાગ્ય લઈને આવે. દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બીજી બાજુ પીએમઓ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે, વડાપ્રધાન જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવાના છે. 2019 પછી પીએમ મોદી આજે બીજી વખત રાજૌરી જઈ રહ્યા છે. બે વર્ષ પહેલાં પણ તેમણે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

વડાપ્રધાન લગભગ દરેક દિવાળી ઉજવવા જવાનોની વચ્ચે પહોંચે છે. અમુક વર્ષો પહેલાં તેમણે કહ્યું હતું કે, આપણી બોર્ડરો પર તહેનાત જવાનો આપણને સુરક્ષીત રાખે છે અને તેમના કારણે જ આપણે દરેક તહેવાર ઉજવી શકીએ છીએ. દર વર્ષે વડાપ્રધાન જવાનોની વચ્ચે પહોંચે છે અને તેમને મિઠાઈ ખવડાવે છે.

મોદી જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં પણ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી ચૂક્યા છે અને ત્યાં તહેનાત ભારતીય તિબેટ સીમા પોલીસ સાથે દિવાળીની ઉજવણી કરી હતી. 2017માં તેઓ ગુરેજ સેક્ટર પહોંચ્યા હતા. 2018માં તેઓ ઉત્તરાખંડ પહોંચ્યા હતા.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી