વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેન સાથે કરી વાત, આ મુદ્દા પર થઈ ચર્ચા

દ્વીપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાત થઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે ફોન પર વાત કરી છે. તેમણે ટ્વીટ કરી આ જાણકારી આપી છે. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યુ, ‘જો બાઇડેન સાથે વાત કરી અને તેમને સફળતા માટે શુભકામનાઓ આપી. અમે ક્ષેત્રીય મુદ્દા સંયુક્ત પ્રાથમિકતા વિશે ચર્ચા કરી. અમે જળવાયુ પરિવર્તન વિરુદ્દ અમારા સહયોગને આગળ વધારવા પર પણ સહમત થયા.’

પીએમ મોદીએ કહ્યુ કે, રાષ્ટ્રપતિ જો બાઇડેન અને હું એક નિયમ-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે પ્રતિબદ્ધ છે. અમે ભારત-પ્રશાંત ક્ષેત્રની શાંતિ અને સુરક્ષા માટે પોતાની રણનીતિક ભાગીદારીને મજબૂત કરવા માટે તત્પર છીએ. 

જો બાઇડેનએ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપત લીધા હતા. ત્યારબાદ પીએમ મોદી અને જો બાઇડેનની પ્રથમ વાતચીત છે. પીએમ મોદીએ બાઇડેનના શપથ બાદ ટ્વીટ કરી તેમને શુભેચ્છા આપી હતી. 

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ભારત અમેરિકા સંબંધોમાં નવી ઉંચાઈ પર લઈ જવા માટે રાષ્ટ્રપતિ જો બાઇડેનની સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છું. તેમણે કહ્યું હતું કે, અમે સંયુક્ત પડકારોનો સામનો કરવા માટે સાથે છીએ. 

અગાઉ પણ થઈ હતી વાતચીત

PM મોદીએ આશરે 3 મહિના અગાઉ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત હાંસલ કર્યાં બાદ જો બાઈડન તથા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે વાત કરી હતી. ત્યારે પણ ઈન્ડો-US સ્ટ્રેટિજિક પાર્ટનરશિપ, કોવિડ-19 મહામારી, ક્લાઈમેન્ટ ચેન્જ તથા ઈન્ડિયા પેસિફિક રીજનમાં પરસ્પર સહયોગ જેવા મુદ્દે વાતચીત કરી હતી.

સુપર પાવર અમેરિકા માટે તેની વિદેશનીતિ ખૂબ જ મહત્વની હોય છે. બાઈડને પહેલા સપ્તાહમાં વિશ્વના ફક્ત 7 રાષ્ટ્ર અધ્યક્ષો સાથે વાતચીત કરી હતી. એમાં ઈઝરાયેલ, ભારત કે ચીનનો સમાવેશ થતો ન હતો. એમાં કોઈ ખાડી દેશ સાઉદી અરેબિયા, UAE બહેરીનનો પણ સમાવેશ થતો ન હતો. બાઈડને પહેલો ફોન કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોને કર્યો હતો.

 63 ,  1