વડાપ્રધાન મોદી આજે હિમાચલ પ્રદેશની મુલાકાતે

11000 કરોડના મેગાપ્રોજેક્ટની આપશે ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશના મંડીની મુલાકાત લેશે. PM મોદીના સ્વાગત માટે છોટી કાશી શણગારથી તૈયાર છે. અહીં PM મોદી બપોરે લગભગ 12 વાગે 11,000 કરોડ રૂપિયાથી વધુના જળવિદ્યુત પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પહેલા પીએમ મોદી હિમાચલ પ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટના બીજા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહની અધ્યક્ષતા કરશે.

વડાપ્રધાન સતત દેશમાં ઉપલબ્ધ સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરવા પર ભાર મૂકે છે. આ સંદર્ભમાં, હિમાલયના પ્રદેશમાં જળવિદ્યુત ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવો એ એક પગલું ગણી શકાય. પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને અન્ય પ્રોજેક્ટ માટે શિલાન્યાસ એ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. વડાપ્રધાન રેણુકાજી ડેમ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.

લગભગ ત્રણ દાયકાથી પેન્ડિંગ આ પ્રોજેક્ટ હવે પૂરો થવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટને શક્ય બનાવવા માટે કેન્દ્ર સરકારે છ રાજ્યો હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ અને દિલ્હી સાથે વાતચીત કર્યા બાદ તેમને એકસાથે લાવ્યા. 40 મેગાવોટનો આ પ્રોજેક્ટ લગભગ 7000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. જે દિલ્હી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી