આજે વડાપ્રધાન મોદી ઉત્તરાખંડની મુલાકાતે

17,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદઘાટન અને ભૂમિપૂજન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે, ગુરૂવારે ઉત્તરાખંડના હલ્દ્વાનીની મુલાકાત લેશે. તેઓ ₹ 17500 કરોડથી વધુની 23 પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ 23 પરિયોજનાઓમાં ₹ 14100 કરોડથી વધુની 17 પરિયોજનાઓ માટે ભૂમિપૂજન કરાશે. આ પરિયોજનાઓ સમગ્ર રાજ્યમાં વ્યાપક ક્ષેત્રો-વિસ્તારોને આવરી લે છે જેમાં સિંચાઈ, માર્ગ, આવાસ, આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ, સેનિટેશન, પીવાનાં પાણી પુરવઠા ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં બહુવિધ માર્ગ પહોળા કરવાની પરિયોજનાઓ, પિથૌરગઢમાં એક હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અને નૈનિતાલમાં ગટરવ્યવસ્થા નેટવર્ક સુધારવાની પરિયોજનાઓ સહિત છ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉદ્ઘાટન થનારી આ પરિયોજનાઓનો એકંદર કુલ ખર્ચ ₹ 3400 કરોડથી વધુનો છે.

પ્રધાનમંત્રી ₹ 5750 કરોડના ખર્ચે નિર્મિત થનાર લખવર બહુહેતુક પરિયોજનાનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાની 1976માં પહેલી વાર કલ્પના કરવામાં આવી હતી અને ઘણાં વર્ષોથી પડતર હતી. આ પરિયોજનાનાં થનારાં ભૂમિપૂજન પાછળની શક્તિ એ લાંબા સમયથી પડતર પરિયોજનાઓને અગ્રતા આપવાનું પ્રધાનમંત્રીનું વિઝન છે. રાષ્ટ્રીય મહત્તાની આ પરિયોજનાથી આશરે 34000 હૅક્ટર વધારાની ભૂમિને સિંચાઇ મળશે, 300 મેગાવૉટ હાઇડ્રો પાવર ઉત્પાદન થશે અને છ રાજ્યો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનને પીવાનું પાણી પૂરું પાડશે. દેશના દૂર-સુદૂરના વિસ્તારો માં કનેક્ટિવિટી સુધારવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને અનુરૂપ, ₹ 8700 કરોડના ખર્ચની બહુવિધ માર્ગ ક્ષેત્રની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે.

 11 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી