LIVE : PM મોદીનું દેશને સંબોધન, લોકડાઉન ખતમ થયું છે વાયરસ નહીં…

પીએમ મોદી દેશને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે તેઓ આજે 6 વાગ્યે દેશવાસીઓને સંબોધિત કરવાના છે.

  • સેવા પરમો ધર્મના મંત્ર પર ચાલતા આપણા ડૉક્ટર, નર્સો, સુરક્ષા કર્મચારીઓ નિ:સ્વાર્થ સેવા કરી રહ્યા છે.
  • દુનિયાના સાધન સંપન્ન દેશોની તુલનામાં ભારત પોતાના નાગરિકોના વધારેમાં વધારે જીવ બચાવવામાં સફળ થઈ રહ્યું છે. 
  • ભારતમાં 12 હજાર ક્વોરન્ટાઇન સેન્ટર, 2 હજાર લેબ છે. 
  • આપણે સમજવાનું છે કે વાયરસ હજુ નથી ગયો. આપણે સ્થિતિને વધારે બગડવા નથી દેવાની અને સુધારો કરવાનો છે. આજે દેશમાં રિકવરી રેટ સારો છે. 
  • પીએમ મોદીએ કહ્યું, કોરોના કાળમાં આપણે લાંબી સફર કાપી છે. ધીરેધીરે આર્થિક ગતિવિધિઓમાં તેજી આવી રહી છે.  તહેવારોની સીઝનમાં બજારોમાં રોનક આવી રહી છે.
  • પીએમ મોદીના સંબોધન પહેલા કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 6 વાગ્યાના સંબોધનમાં તમે દેશને એ તારીખ જણાવો, જ્યારે ચીનને આપણા વિસ્તારમાંથી બહાર ફેંકશો.
  • વડાપ્રધાન મોદીનું સંબોધન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે દેશમાં કુલ કોરોનાના કેસની સંખ્યા 76 લાખની નજીક પહોંચી ગઈ છે અને આ મહામારીથી 1 લાખથી વધારે લોકોના મોત થઈ ગયા છે. જો કે કેટલાક દિવસથી એક્ટિવ કેસની સંખ્યા ઘટી છે.

 63 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર