September 19, 2021
September 19, 2021

વડાપ્રધાન મોદી જશે અમેરિકાના પ્રવાસે..!

પ્રથમ વખત રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત કરશે

પીએમ નરેન્દ્ર મોદી ચાલુ મહિનાના અંતે અમેરિકાના પ્રવાસે જઈ શકે છે. જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ મુજબ, મોદીની અમેરિકા મુલાકાતને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રના જણાવ્યા મુજબ, શિડ્યૂલ હજુ ફાઇનલ નથી થયું.

PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચે આ પ્રથમ રૂબરૂ મુલાકાત હશે. આ પહેલા આ બંને નેતાઓ વર્ચ્યુઅલ સમિટમાં ઓછામાં ઓછા ત્રણ વખત મળ્યા છે. આ બંને માર્ચમાં ક્વાડ સમિટમાં પહેલી વખત મળ્યા હતા. આ પછી, બંને એપ્રિલ મહિનામાં ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ દરમિયાન મળ્યા હતા. આ બંને નેતાઓ છેલ્લી વખત આ વર્ષે જૂનમાં G-7 બેઠકમાં મળ્યા હતા. G-7 દરમિયાન મોદી બ્રિટનમાં જો બાઇડનને મળી શક્યા હોત, પરંતુ ભારતમાં કોરોનાની બીજી લહેરને કારણે તેઓ જઈ શક્યા નહીં.

અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિને જોતા PM મોદીની આ મુલાકાતને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ જો બાઇડેનને મળવા ઉપરાંત તેઓ અમેરિકી વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠકો યોજશે તેવી અપેક્ષા છે. મોદીએ છેલ્લે સપ્ટેમ્બર 2019 માં અમેરિકાની મુલાકાત લીધી હતી, જ્યારે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાઉડી મોદી કાર્યક્રમને સંબોધન કર્યું હતું.

 19 ,  1