વડાપ્રધાન મોદી બપોરે 40 જિલ્લાના DM સાથે કરશે બેઠક

મોદી આ મુદ્દા પર કરશે ચર્ચા..

ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસથી લોકોને રક્ષણ માટે મોટા સ્તરે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે બપોરે દેશભરના 40થી વધુ જિલ્લાઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. બીજી બાજુ
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર મંગળવાર સુધીમાં ભારતમાં 107 કરોડથી વધારે રસીના ડોઝ આપાઈ ચૂક્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ દરમિયાન મોદી બપોર 12 વાગે 40 જિલ્લાના ડીએમની સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી રસીકરણની સમીક્ષા બેઠક કરશે.

પ્રધાનમંત્રી મોદી ઝારખંડ, મણિપુર, નાગાલેન્ડ , અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય સહિત અન્ય રાજ્યોમાં ઓછા રસીકરણ કવરેજ વાળા જિલ્લામાં જિલ્લાધકારીઓ સાથે વાતચીત કરી આ વિષય પર ચર્ચા કરશે. આ દરમિયાન આ તમામ રાજ્યોના સીએમ પણ હાજર રહેશે. મનાઈ રહ્યું છે કે ઓછા રસીકરણ અભિયાનમાં તેજી લાવવાની રણનીતિ પર ચર્ચા થશે.

મંગળવારે સાંજ સુધી લગભગ 37,38,574 ડોઝ આપવામાં આવ્યા

ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર દેશમાં મંગળવાર સુધી કોરોનાના 107 કરોડથી વધારે ડોઝ અપાઈ ચૂક્યા છે. મંત્રાલયે કહ્યું કે મંગળવારે સાંજ સુધી લગભગ 37,38,574 ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે કહ્યુ હતુ કે ભારતની 78 ટકા વસ્તીને કોરોના રસીનો પહેલો ડોઝ જ્યારે 38 ટકા બન્ને ડોઝ અપાઈ ચૂક્યા છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે દેશમાં નબળી જનસંખ્યા સમૂહોને કોરોનાથી બચાવવા માટે હથિયારના રુપમાં રસીકરણ કવાયદની નિયમિત રુપથી સમીક્ષા અને ઉચ્ચતમ સ્તર પર નજર રાખવામાં આવી રહી છે.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી