PM મોદીએ કોરોના સામે જાગૃતિ અભિયાનની શરુઆત કરાવી

વડાપ્રધાને એક ટ્વીટ દ્વારા કોરોના સામે જન આંદોલનની કરી શરૂઆત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી કોવિડ-19 સંદર્ભે યોગ્ય વ્યવહાર માટે એક રાષ્ટ્રવ્યાપી જાગરૂકતા અભિયાનની ટ્વીટના માધ્ચમથી શરૂઆત કરી છે. આ અભિયાનમાં કોરોના માહામારી સામેની લડાઇમાં જન ભાગીદારીને સુનિશ્ચિત કરવા માટે આ અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયુ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી કોવિડ-19 સંદર્ભે યોગ્ય વ્યવહાર માટે એક રાષ્ટ્રવ્યાપી જાગરૂકતા અભિયાનની ટ્વીટના માધ્ચમથી શરૂઆત કરી છે. આ અભિયાનમાં કોરોના માહામારી સામેની લડાઇમાં જન ભાગીદારીને સુનિશ્ચિત કરવા માટે આ અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયુ છે.

વડાપ્રધાને ટ્વીટ કરીને દેશવાસીઓને કોરોના વિરુદ્ધ એકજૂથ થવાનું આહ્વાન કર્યું. તેમણે માસ્ક પહેરવા, હાથ ધોવા અને એક બીજાથી બે ગજ દૂરીનું અતર જાળવવાના નિયમોની યાદ અપાવી. પીએમ મોદીએ #Unite2FightCorona સાથે આ ટ્વીટ કરી.

આ અભિયાનમાં માસ્ક પહેરવું, સામાજિક અંતરનું પાલન કરવું તેમજ હાથની સ્વચ્છતા જેવા મહત્વના સૂચનનો આપવામાં આવશે. આવનારા તહેવારો, શિયાળાની ઋતુમાં ખાસ શું તકેદારી રાખવી તેને લઈને જાગૃતિ લાવવા આ અભિયાનમાં કામ કરાશે. અનલોકમાં ધીરે ધીરે બધું જ ખુલ્લી રહ્યું છે ત્યારે આ અભિયાન લોકોની જાગરૂકતા વધારવા માટે શરૂ કરાયું છે.

આ અભિયાન અંતર્ગત સાર્વજનિક સ્થળો મેટ્રો, ઓટો રીક્ષા અને અન્ય સાર્વજનિક સ્થળો પર પોસ્ટર બેનર લગાવીને લોકોને જાગૃત કરવામાં આવશે. સાથે જ સોશિયલ મીડિયા દ્વારા જાગરુક્તા અભિયાન પણ ચલાવવામાં આવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, જ્યાં સુધી વેકિસન નથી શોધાતી ત્યાં સુધી માસ્ક અને સામાજિક અંતર જ કોરોના સામે લડવાનું હથિયાર છે. પ્રધાનમંત્રીએ તેમના ટ્વીટ સંદેશમાં જણાવ્યું છે કે, સામાજિક અંતર જાળવો, માસ્ક વ્યવસ્થિત પહેરો અને હાથ વારંવાર સાફ કરીને કોરોનાને હરાવો.

દેશમાં કોરોનાના કેસો સતત વધતા જઇ રહ્યા છે. પરંતુ રાહતની વાત એ છે કે કોરોનાના દર્દીઓમાં રિકવરી રેટ પણ વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 78,524 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 68,35,656 થયો છે. એક જ દિવસમાં કોરોનાથી 971 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ 9,02,425 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 58,27,705 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં 1,05,526 લોકોના મૃત્યુ થયા છે. 

 25 ,  2