September 28, 2020
September 28, 2020

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ; દેશભરમાં સેવા સપ્તાહની ઉજવણી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે.ચાની કીટલીથી લઇ પ્રધાનમંત્રી સુધીની મુશ્કેલ સફર ખેડનાર નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ 1950માં ગુજરાતના વડનગરના એક ગરીબ પરિવારમાં થયો હતો.પિતા દામોદરદાસ મોદી રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા. નરેન્દ્ર મોદી પણ બાળપણમાં તેમની મદદ કરતા હતા.આજે તેમના જન્મદિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રિય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિન ચોબે, સ્મૃતિ ઈરાની, પિયુષ ગોયલ, મુખ્તાર અબ્બાસ નકવી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, જે પી નડ્ડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ટ્વિટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું કે ગરીબો અને પછાતને આગળ વધારવા ઝડપથી કામ કરી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ ટ્વીટ કરીને પ્રધાનમંત્રીને તેમના 70માં જન્મ દિવસ પર શુભકામના પાઠવી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને પ્રધાનમંત્રીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે. સાથે-સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ભુટાનના પ્રધાન મંત્રી, નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલી સહિતના નેતાઓએ જન્મદિવસની શુભકામના પાઠવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. દેશભરમાં વિવિધ કાર્યક્રમના આયોજન સાથે જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. દિલ્હીમાં ભાજપના સાંસદ અરૂણસિંહે એક સાઇકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી નેશનલ સ્ટેડિયમથી પ્રધાનમંત્રી નિવાસસ્થાન સુધી પહોંચી હતી. મોદી માસ્ક ધારણ કરીને ફીટ ઇન્ડિયાની થીમ સાથે સાઇકલ સવારો રેલીમાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસને દેશભરમાં સેવા સપ્તાહના રૂપમાં મનાવી રહી છે.

ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ઉત્તર પ્રદેશના નોઇડા નજીકના એક ગામે વૃક્ષારોપણ કરીને આ કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. પક્ષના નેતા અને કાર્યકર્તા આ સમગ્ર સપ્તાહ દરમિયાન રક્તદાન, દિવ્યાંગોને ઉપકરણ વિતરણ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોમાં ભાગ લઇ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભાજપે દેશભરમાં કાર્યક્રમનું આયોજન કર્યું છે. વિવિધ સ્થાને યોજાનારા કાર્યક્રમોમાં કેન્દ્રીય મંત્રીઓ પણ ભાગ લેશે. રાજ્યોમાં પણ ભાજપ યુવા મોરચાના નેતા સેવા સપ્તાહ અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે સાંજે સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત સભાને સંબોધિત કરશે અને લાભાર્થીઓને પલ્સ ઓક્સિમીટર્સ, દિવ્યાંગોને ટ્રાઇસાયકલ તેમ જ અન્ય ઉપકરણોનું વિતરણ પણ કરશે

રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની હ્નદયપૂર્વક શુભકામનાઓ પાઠવી છે,,,પ્રધાનમંત્રી સ્વાસ્થ્યમય અને દીર્ઘાયુ થાય તેમજ રાષ્ટ્રની સેવામાં ખૂબ જ યશસ્વી બને તેવી અભ્યર્થના રાજપાલે વ્યક્ત કરી હતી.તો, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.તેમને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની મંગલકામના કરી કહ્યું કે, મને પૂર્ણ વિશ્વાસ છે કે, તમારા નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર બની ફરી વિશ્વગુરુ બનશે

મહેસાણા જિલ્લો એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હોમટાઉન. ત્યારે મહેસાણાના વડનગરની ધરતીના પુત્ર નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી સામન્ય દિવસમો વતન વાસીઓ ધામધૂમ થી કરતા હોય છે જો કે આ વખતે કોરોના કાળમાં વડનગરમાં પ્રધાનમંત્રીનો જન્મ દિવસ સેવા કાર્યો કરી અનોખી રીતે ઉજવાયો છે. જેમાં સોમાભાઈ મોદી, ઊંઝા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય આશાબેન પટેલ અને જિલ્લા ભાજપ ના કાર્યકરો હોદેદારોએ સાથે મળી સેવા સપ્તાહના તરીકે આજે વડનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કર્યું હતું.સાથે બ્લડ ડોનેશન કેમ્પનો પણ શુભારંભ કરાવ્યો હતો.સાથે વૃક્ષારોપણ અને કોરોના વોરિયર્સ સન્માન સહિત સરકારી યોજનના લાભાર્થીઓને લાભ આપવા સહિતના સેવા કાર્યો કરી રહ્યા છે.

 47 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર