વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ કર્યું મતદાન

ગાંધીનગર : મનપાના 11 વોર્ડની 44 બેઠકો પર મતદાન, ચૂંટણીમાં કુલ 162 ઉમેદવારો મેદાને

ગુજરતના પાટનગર ગાંધીનગર સહિત વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ખાલી પડેલી બેઠકોમાં આજે મનપાની ચૂંટણીમાં સવાર 7 વાગ્યાથી જ મતદાનની શરૂઆત થઈ ગઈ છે. ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠકો પર મતદાન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે ત્યારે વહેલી સવાથી જ નાગરીકો મતદાન કરવા ઉમટી રહ્યા છે. પીએમ મોદીના માતા હીરાબાએ 99 વર્ષની વયે રાયસણમાં વોર્ડ નંબર 10માં વાડીભાઈ વિદ્યા સંકુલની પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું.તેમજ 11 વોર્ડના 44 કોર્પોરેટરોનું ભાવી ઈવીએમમાં કેદ થશે

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કુલ 162 ઉમેદવારો મેદાને છે. આ માટે ગાંધીનગર મનપા ચૂંટણી માટે 284 મતદાન મથકો ઉભા કરાયા છે. જેમાં 144 સંવેદનશીલ, તો 4 અતિસંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે. ગાંધીનગર મનપાના 2,81,897 મતદારો મતદાન કરશે. જેમાં 1,45,130 પુરુષ મતદારો અને 1,36,757 સ્ત્રી મતદારો અને 9 અન્ય મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પાંચ જેટલા ચૂંટણી અધિકારીઓ ચાંપતી નજર રાખશે. મતદાન માટે 317 સીયુ મશીન, 461 બીયુ મશીન ઉપયોગમાં લેવાશે. 1775 પોલિંગ સ્ટાફ મતદાનની કામગીરી સંભાળશે. મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા માટે 1270 પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. આજે મતદાન બાદ 5 ઓક્ટોબરના રોજ 5 સ્થળોએ મત ગણતરી થશે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી