બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતિયના પતિ પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની વયે નિધન

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતિયના પતિ પ્રિન્સ ફિલિપનું નિધન થયું છે. પ્રિન્સ ફિલિપ 99 વર્ષના હતા. તેમને હાલમાં જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની સફળ હાર્ટ સર્જરી કરવામાં આવી હતી.  

રોયલ ફેમિલી તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ખૂબજ દૂખ સાથે મહારાણીએ જાહેરાત કરી છે કે, તેમના પતિ અને ડ્યૂક ઓફ એડિનબર્ગ પ્રિન્સ ફિલિપ હવે આ દુનિયામાં નથી રહ્યાં. વિન્ડસર કેસલમાં શુક્રવારે સવારે તેમનું નિધન થયું હતું. 

 48 ,  1