બ્રિટિશ બોડિગાર્ડ સાથે ભાગી દુબઇના રાજાની પત્ની !

દુબઈના શાસક શેખ મોહમ્મદ અલ મકતૂમનાં પત્ની રાજકુમારી હયા બિંત અલ હુસૈન હાલ લંડનમાં રહે છે. કહેવાય છે કે પોતાના પતિને છોડીને ગયા બાદ તેમના જીવને જોખમ છે. તેની સાથે તેનાં 2 બાળક શૈખ જાયદ અને શેખા અલ જલિલા પણ છે. એક બ્રિટિશ વેબસાઇટ અનુસાર નવા રિપોર્ટ અનુસાર રાજકુમારી હયા એક બ્રિટિશ બોડિગાર્ડ સાથે ભાગી ગઇ હતી. મળતી માહિતી અનુસાર હયા તે સમયે લંડનમાં રહી રહી હતી અને ઝડપથી તલાકની અરજી પણ આપી શકે છે.

જૉર્ડનમાં જન્મેલાં અને બ્રિટનમાં ભણેલાં 45 વર્ષનાં હયાએ 2004માં શેખ મોહમ્મદ સાથે લગ્ન કર્યાં હતાં. તેઓ શેખનાં છઠ્ઠા પત્ની છે. વર્ષ 1999ની આ તસવીરમાં ઘોડેસવારી કરી રહેલાં રાજકુમારી હયા. તેઓ ઘોડેસવારીનાં શોખીન છે. પ્રશ્ન એ છે કે તેઓ દુબઈમાં પોતાની શાન-ઓ-શૌકત અને એશ-ઓ-આરામની જિંદગી છોડીને કેમ ભાગ્યાં અને તેમને પોતાના જીવનું જોખમ કેમ લાગે છે?

મળતી માહિતી અનુસાર શેખ મોહમ્મદ અને રાજકુમારી હયાની વચ્ચે બાળકોના સંરક્ષણ, પરિવારના વિભાજન અને જાયદાદ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ અંગે કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. આ મહિનાના અંતમાં કેસની નિર્ણાયક સુનવણી ચાલુ થવાની છે.

રાજકુમારી હયા મોહમ્મદ શેખની છઠ્ઠી પત્ની છે. મળતી માહિતી અનુસાર તેમની વચ્ચે દરાર ત્યારે પેદા થઇ જ્યારે ગત્ત વર્ષે શેખ મોહમ્મદની એક પુત્રી શેખા લતીફાએ દેશમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. ત્યાર બાદ રાજકુમારી હયા અને શેખ મોહમ્મદની વચ્ચે સંબંધો અસામાન્ય થઇ ગયા હતા.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી