પ્લેન ક્રેશ પહેલા શિખા ગર્ગે પતિને કર્યો હતો આ મેસેજ, રિપ્લાય પહેલા જ…

ઈથોપિયન પ્લેન ક્રેશ ઘટનામાં 157 લોકોના મોત થયા છે. જેમાં યૂનાઈટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ ( UNDP)ની સલાહકાર શિખા ગર્ગનું પણ મોત થયું હતું. તે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમની બેઠકમાં સામેલ થવા માટે નૈરોબી જઈ રહી હતી.

જો કે મૃત્યુ પામેલી શીખા ગર્ગના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયા હતા. શિખાએ પ્લેનમાં બેસતા પહેલાં પતિને મેસેજ કર્યો કે પ્લેન લેન્ડિંગ પછી તે કોલબેક કરશે પણ કમનસિબે પતિનો મેસેજ આવે તે પહેલા જ પ્લેન ક્રેશ થઈ ગયું. તે સિવાય આ દુર્ઘટનામાં 6 ભારતીયના મોત થયા હતા.

વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટર પર લખ્યું કે હું શિખાના પરિવાર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છું. હું શિખાના પતિને સતત કોલ કરી રહી છું.કૃપા મને તેના પરિવાર સુધી પહોંચવામાં મદદ કરો.

તમને જણાવી દઈએ કે, સૌમ્ય ભટ્ટાચાર્ય સાથે આજથી ત્રણ મહિના પહેલા શિખાના લગ્ન થયા હતા. સૌમ્ય અને શીખા છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા. પછી તેઓ લગ્નગ્રંથીથી જોડાયા હતા. સૌમ્યે જણાવ્યું કે, તે શિખા સાથે નૈરોબી જવાનો હતો પણ છેલ્લી ઘડીએ જવાનું કેન્સલ થયું.

 152 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી