અમદાવાદ : પોલીસના સ્વાંગમાં ખાનગી ચેનલના કેમેરામેનનો તોડકાંડ, યુવકને ધમકાવી માંગ્યા પાંચ લાખ

વાડજ પોલીસે બન્ને યુવકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

ગાડીમાં ગેરકાયદેસર અનાજ ભરેલું હોવાનું કહી પાંચ લાખ માંગ્યા હતા

અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં ક્રાઇમમાંથી આવ્યા હોવાનું કહી યુવક પાસે પાંચ લાખ માંગનાર ખાનગી ચેનલના કેમેરામેન સહિત બેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી યુવકોએ પોલીસની ઓળખ આપી અનાજ ભરીને જઇ રહેલા યુવકને અટકાવી તોડનો પ્લાન ઘડ્યો હતો. જો કે આ સમગ્ર મામલે યુવકના શેઠે કંટ્રોલરૂમાં ફોન કરતા આરોપીઓ ખાનગી ચેનલના કેમેરા મેન હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે વાડજ પોલીસે આરોપી અભયસિંહ ચૌહાણ તેમજ સિદ્ધાંત ચૌહાણ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

દુધેશ્વર રોડ તાવડીપુરા ખાતે અનાજની દુકાનમાં કામ કરે છે. ગત રોજ પીકઅપ વાનમાં 48 કટ્ટા ઘઉં તથા 52 કડ્ડા ચોખા ભરીને ખાલી કરવામાં જઇ રહ્યો હતો. આ દરમિયાન વાડજ નજીક બે યુવકોએ પીકવાનને અટકાવી ક્રાઇમમાંથી આવ્યા હોવાનું કહી ગાડીની ચાલી છીનવી લીધી હતી. વાડજ સર્કલ પાસે બે યુવકે ફરિયાદીને અટકાવ્યા હતા. બંનેએ ફરિયાદીને તેમના શેઠને બોલાવવા માટે કહ્યું હતું.

શેઠ ઘટના સ્થળે આવી પહોંચ્યા ત્યારે બંને યુવકોએ પોતે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવતા હોવાની ઓળખ આપીને, ગાડીમાં સસ્તા અનાજની દુકાનમાંથી ગેરકાયદે અનાજ ભરેલું હોવાનું કહીને પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો કે શેઠે કહ્યું હતું કે મારી પાસે પૈસા નથી. અમે કોઇ ગેરકાયદેસર માલ લાવ્યા નથી. તમાર જે કાર્યવાહી કરવી હોય તે કરો. આરોપી યુવકોએ શેઠને ધમકાવી બેથી ત્રણ કલાક ગાડીને રોકી રાખી હતી.

અ દરમિયાન ફરિયાદીના શેઠે કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. બાદમાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતા બન્ને યુવકો ખોટુ બોલતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસનો સ્વાંગ રચી ફરિયાદીને લૂંટવા આવ્યા હતા. એટલું જ નહીં આઇ કાર્ડ તપાસતા જેમાં એક આરોપી ખાનગી ચેનલોનો કેમેરા મેન હોવાનું જાણવા મળ્યું હતું.

આ મામલે ફરિયાદીએ વાડજ પોલીસ મથકે પોલીસના સ્વાંગમાં તોડ કરવા આવેલા ખાનગી ચેનલના કેમેરામેન તેમજ અન્ય એક યુવક સામે ફરિયાદ નોધાવી કાર્યવાહીની માંગ કરી છે. તો પોલીસે બન્ને યુવકોને દબોચી લઇ વધુ પૂછપરછ હાથ ધરી છે.

 57 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર