બહેનની લાગણી છલકાઇ ઉઠી, તો મારો ભાઇ બનશે વડાપ્રધાન

લોકસભા ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ થઇ ગઇ છે તેવામાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીનું મોટુ નિવેદન આપતા કહ્યું છે કે જો કોંગ્રેસની સરકાર બની તો રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે પ્રિયંકાએ સ્પષ્ટતા કરી હતી કે રાહુલ જ કોંગ્રેસના પીએમ પદના ઉમેદવાર છે.

રાહુલ ગાંધીનું નામ કોંગ્રેસ તરફથી વડાપ્રધાન તરીકે જાહેર થવાથી મહાગઠબંધન અને વિપક્ષી એકતા પર ઘેરી અસર થવાની શક્યતા છે .જોકે રાહુલ ગાંધીએ આ બાબતે કહ્યું હતું કે કોંગ્રેસ કેટલી બેઠકો જીત તેના બાદ પીએમ માટેનો નિર્ણંય લેવાશે.

વિપક્ષોમાં ખાસ કરીને કર્ણાટકના મુખ્ય મંત્રી એચ.ડી. કુમારસ્વામી અને ડીએમકેના નેતા એમ. સ્ટાલીન રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સપોર્ટ આપી ચુક્યા છે. વિપક્ષી દળોની એકતા વડાપ્રધાન પદના ઉમેદવાર અંગે વારંવાર તુટતી જોવા મળી રહી છે.

 25 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર