પ્રિયંકા ચોપડા બની મોસ્ટ પાવરફુલ વૂમેન, 50 મહિલાઓની યાદીમાં થયો સમાવેશ

ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરાએ વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે. પ્રિયંકા જોનસ યૂએસએ ટૂડેની ‘મનોરંજન જગતની 50 સૌથી શક્તિશાળી મહિલાઓ’ની યાદીમાં સામેલ થઈ ગઈ છે. પ્રિયંકાએ ઓપરા વિન્ફ્રે અને મેરિલ સ્ટ્રીપ સહિત અન્ય આંતરરાષ્ટ્રીય હસ્તિઓ સાથે આ યાદીમાં જગ્યા બનાવી છે.

આ યાદીનો ભાગ બનીને સન્માનિત અનુભવી રહેલી પ્રિયંકાએ કહ્યું, ‘હું આ અદ્ભુત મહિલાઓની સાથે મંચ પર રહેવાથી સૌભાગ્યશાળી અનુભવી રહી છે જેણે દરેક પડકારોને પાછળ છોડીને પોતાનો એક ખાસ મુકામ બનાવ્યો છે અને આજે પોતે પસંદ કરેલા કરિયરમાં ટોપ પર છે. આ એક સિદ્ધિની ભાવના છે.’

આપને જણાવી દઇએ, પ્રિયંકાએ અમેરિકી ટેલીવિઝન ડ્રામા સિરીઝ ‘ક્વાન્ટિકો’માં એલેક્સ પૈરિશની ભૂમિકા ભજવીને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેણે એક્શન-કોમેડી ‘બેવોચ’થી 2017માં હોલીવુડમાં પર્દાપણ કર્યું હતું. આ યાદીમાં ગાયિકા બેયોન્સે, ટેલીવિઝન સ્ટાર એલેન ડીજેનેરસ, ઓસ્કાર વિજેતા જેનિફર લોરેન્સ અને આંતરરાષ્ટ્રીય પોપ ગાયિકા જેનિફર લોપેજ પણ સામેલ છે.

સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સિંગર બેયૉન્સે, ટેલીવિઝન સ્ટાર એલેન જિઝેનેરસ, ઑસ્કર વિજેતા જેનિફર લૉરેન્સ અને પોપ સિંગર જેનિફર લોપેજ પણ સામેલ છે.

 136 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી