પ્રિયંકા ચોપરાએ પહેર્યો કેસરિયો ડ્રેસ, લોકોએ મોદી…મોદી…નાં નારા લગાવ્યા Pics

પ્રિયંકા ચોપડા ગુરુવારની સાંજે મુંબઇમાં આખી કેસરી રંગના ડ્રેસમાં નજરે પડી હતી. એક ડેટિંગ વેબસાઇટના કાર્યક્રમમાં પહોંચેલી પ્રિયંકાએ કેસરી રંગનો ડ્રેસ પહેરીને આવી હતી.

મુંબઇમાં જુહૂ તારા રોડની એક હોટલમાં થયેલી આ ઇવેન્ટ દરમિયાન પ્રિયંકાએ કેટલીક મહિલાઓ સાથે ડિનર કર્યું.

ડિનર ડેટ પર પ્રિયંકા સાથે નમ્રતા પુરોહિત, પૂજા ઢીંગરા, અનુષા દાંડેકર જેવી મોટી હસ્તીઓ સામેલ થઇ હતી.

પ્રિયંકાને કેસરિયા ડ્રેસમાં જોઇને ત્યાં કેટલાક લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા. પ્રિયંકા આ ડેટિંગ વેબસાઇટના મેનેજમેન્ટમાં ભાગીદાર છે.

હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા હાલમાં ભારતમાં છે અને પોતાની આગામી ફિલ્મ સ્કાઇ ઇઝ પિંકને કારણે ચર્ચામાં છે.

પ્રિયંકાનું ડિસેમ્બર મહિનામાં યુનિસેફ તરફથી હ્યુમનટેરિયન અવોર્ડથી સન્માન કરવામાં આવશે.

પ્રિયંકાએ નિવેદન આપ્યું છે કે તેના માટે યુનિસેફ માટે કામ કરવાનું તેના માટે બહુ મહત્વનું છે.

 9 ,  1