દેશી ગર્લનો વિદેશી જલવો

બોલીવુડની દુનિયામાં એકથી એક ચઢિયાતી અભિનેત્રીઓ છે, તે અભિનેત્રીઓ પોતાની ખુબસુરતી માટે ઓળખાય છે. જયારે પણ કોઈ મોટી અભિનેત્રીઓની વાત હોય છે, તો તેમાં પ્રિયંકા ચોપડાની વાત જરૂર થાય છે બોલીવુડની દેશી ગર્લ તરીકે ઓળખાતી પ્રિયંકા પોતાનાં સ્ટાઈલિશ અંદાજને લઈને બધાને મજબુર કરી દે છે પોતાના વખાણ કરવા માટે…. અભિનેત્રી પ્રિયંકા ભલે ફિલ્મોમાં નજર ન આવતી પરંતુ તે સોશ્યલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાઈ રહે છે.

તાજેતરમાં પ્રિયંકા એની નવી સ્ટાઈલને લઈને ચર્ચામાં આવી છે. આ વખતે એવા વ્યક્તિએ પણ પ્રિયંકાના વખાણ કર્યા કે જેણે એક સમયે પ્રિયંકાના લુકની મજાક કરી હતી. હાલમાં પ્રિયંકાની ક્વાંટિકોની તસવીરો વાયરલ થઈ રહી છે. પ્રિયંકાનો આ અંદાજ જોઈને કોઈને ન લાગે કે એના ઘુટણમાં લાગ્યું હશે. આ લુકને લઈને દેસી ગર્લના ચોતરફ વખાણ થઈ રહ્યાં છે.

 16 ,  1