પ્રિયંકા ચોપરાના પતિએ બર્થડે પર આપી મોંઘી રેડ વાઇન ભેટ

નિક જોનસે ખાસ અંદાજમાં બર્થડે વિશ કરી

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ 18 જુલાઈ રવિવારના રોજ લંડનમાં 39મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. પ્રિયંકાના પતિ નિક જોનસે ખાસ ગિફ્ટ મોકલાવી હતી આ ગિફ્ટની કિંમત ઘણી જ મોંઘી છે. જોકે, નિક જોનસ હાલ અમેરિકામાં છે.

નિકે પ્રિયંકા ચોપરાને 1982ની એક ચેટો માઉટન રોથ્સચાઇલ્ડની રેડ વાઇન ગિફ્ટમાં આપી છે. પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયામાં એક તસવીર શૅર કરી છે, જેમાં ટેબલ પર વાઇનનો મોટો ગ્લાસ છે અને બાજુમાં વાઇનની બોટલ છે. ટેબલને સફેદ ફૂલો, કેન્ડલ્સ તથા દારૂની નાનકડી બોટલથી ડેકોરેટ કરવામાં આવ્યું છે. તસવીર શૅર કરીને પ્રિયંકાએ કહ્યું હતું, લવ યુ નિક જોનસ.

વેબસાઇટ ડ્રિંક એન્ડ કોના જણાવ્યા પ્રમાણે, આ રેડ વાઇન 1982ની ચેટો માઉટન રોથ્સચાઇલ્ડની દુર્લભ વાઇન છે. 750 mlની બોટલ અંદાજે 1,31,375 રૂપિયામાં મળે છે.

નિકે સોશિયલ મીડિયામાં પ્રિયંકા ચોપરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. નિકે પ્રિયંકાની નાનપણની તથા અત્યારની તસવીર શૅર કરી હતી. તેણે કહ્યું હતું, જન્મદિવસની શુભેચ્છા. તું દુનિયાની તમામ ખુશી ડિર્ઝવ કરે છે. આજે અને રોજ. લવ યુ.

 75 ,  3