મોદી રાજમાં બેકાર યુવાનોને ડંડા ખાવા પડે છે, પ્રિયંકાના પ્રહાર…

અયોધ્યાના આદિલપુરમાં કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જનસભાને સંબોધિત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મોદી સરકાર જનતા વિરોધી, ખેડૂત વિરોધી અને યુવાનો વિરોધી સરકાર છે. આ કામ કરવા નથી માંગતી અને તમારો અવાજ પણ સાંભળવા નથી માંગતી.

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે આ સરકાર ફકત ઉદ્યોગપતિઓ માટે જ કામ કરે છે અને જયારે પણ યુવાનો તેની સામે અવાજ ઉઠાવે છે, ત્યારે તેને ડંડા ખાવાનો વારો આવે છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ભાજપા શાસનમાં બેરોજગારો પર ડંડા વરસાવવામાં આવ્યા. ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને કોઈ પણ તેમની મદદ નથી કરી રહ્યું.

વધુમાં પ્રિયંકાએ ભાજપા પર કટાક્ષ કરતા કહ્યું કે, કોગ્રેસે ન્યાય યોજનાનું વચન આપ્યું તો ભાજપ વાળા તેને ચૂંટણી વચન કહી રહ્યા છે. અમે જુમલાબાજી નથી કરતા. અમે મનરેગા આપી પણ આ લોકો તેને બંધ કરવા માંગે છે. બે કરોડને રોજગાર અને 15 લાખ રૂપિયા જૂમલા હતા.

 40 ,  3