September 23, 2020
September 23, 2020

પ્રિયંકા ગાંધીએ ક્રાઇમનો ગ્રાફ શેર કરી CM યોગી પર સાધ્યું નિશાન, કહ્યું – ગુના પર પડદો નાંખે છે સરકાર

યુપીના સીએમ બતાવે છે સરકારની સ્પીડ અને ગુનાનું મીટર બે ગણી સ્પીડથી વધે છે આગળ 

કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. ઉત્તર પ્રદેશમાં વધતા જતા ક્રાઇમના ગુન્હાઓનો ગ્રાફ શેર કરી કહ્યું, યુપીના સીએમ સરકારની સ્પીડ બતાવે છે તો ગુના બે ગણી સ્પીડથી વધતા જાય છે. તેમણે યોગી સરકાર પર ગુનાની ઘટનાઓને છુપાવવાનો આરોપ લગાવ્યો છે. આ પહેલા પણ તેમણે આઝામગઢ઼ તેમજ બસ્તીની ઘટનાને લઇ CM યોગી પર નિશાન સાધ્યું હતું. પ્રિયંકાએ કહ્યું હતું કે, રાજ્યમાં ગુનેગારોનું શાસન બંધારણ અને કાનૂની શાસન પર કબ્જો ધરાવે છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ‘યુપીના સીએમ સરકારની ગતિ દર્શાવે છે અને અપરાધનું મીટર તેનાથી બે ગણી ગતિએ ભાગે છે. પ્રિયંકાએ ટ્વીટ કરી એક ફોટો શેર કર્યો છે. જેમાં 2 દિવસમાં થયેલા ગુનાનો ઉલ્લેખ છે.

તેમણે લખ્યું છે કે આ યુપીનું ફક્ત બે દિવસના અપરાધનું મીટર છે. યુપી સરકાર વારંવાર ગુના પર પડદો નાંખે છે પરંતુ ગુના બુમો પાડતા રોડ પર તાંડવ કરી રહ્યા છે.

જણાવી દઇએ, ઉત્તપ્રદેશમમાં ક્રાઇની ઘટનાઓ સતત વધી રહી છે. બેખોફ બદમાશોને જાણે પોલીસનો કોઇ ડર ના હોય તેમ ખુલ્લેઆમ ખૂન, લૂંટફાટ, છેડતી તેમજ બળાત્કાર જેવા ગંભીર ગુન્હોઓ આચરી રહ્યા છે.

ગઇકાલે બલિયામાં એક ખાનગી ચેનનના પત્રકારને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ પહેલા જૈનપુરમાં રવિવારે અંદરના વિવાદને કારણે 3 લોકોની હત્યાનો મામલો સામે આવ્યો હતો. અહીં 15 કરોડની જમીનને લઈને 2 પક્ષમાં વિવાદ થયો હતો. આ બાદ 2 પક્ષોના 3 લોકોના મોત થયા હતા.

રવિવાર, 23 ઓગસ્ટના રોજ ગોરખપુરમાં માતા-પુત્રની હત્યા, જૈનપુરમાં ત્રિપલ મર્ડર, ઉન્નાવમાં એક મહિલાની લાશ મળી, બરેલીમાં નિર્દોષની હત્યા, કૌશમ્બીમાં વેપારી પર ઘાતક હુમલો, મુઝફ્ફરનગરના ચિત્રકૂટમાં મજૂરની હત્યા, જ્યારે વારાણસીમાં હત્યા અને ગેંગરેપની ઘટના બની છે.

 123 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર