પ્રિયંકા ગાંધીનો PM મોદી પર પ્રહાર, વંશવાદને લઇ કર્યો પલટવાર

કોંગ્રેસની મહાસચિવ તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમના ચૂંટણી પ્રચારનું અભિયાન શરૂ કરી દીધું છે. આ ક્રમમાં તેઓ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લીધી હતી.

વારાણસીમાં પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ વંશવાદ અંગે કરેલા નિવેદન મામલે પલટવાર કરતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, ભાજપ ગત પાંચ વર્ષોથી સતત મીડિયા સહિત પ્રત્યેક સંસ્થાઓ પર હુમલા કરી રહી છે. મોદી લોકોને મૂર્ખ બનાવવાના બંધ કરે કેમકે લોકો બધુ સમજી ગયા છે.

વધુમાં પ્રિયંકાએ નામ લીધા વગર આડકતરીક રીતે વડાપ્રધાન પર નિશાન સાધતા કહ્યું, જેટલા પણ હેરાન કરે પરંતુ અમે ડરીશું નહીં. જે લોકો સત્તામાં હોય છે તેઓ બે વહેમ હોય છે. પહેલો કે તેઓ સરળતાથી લોકોને ગેરમાગ્ર દોરી દેશે.

બીજો વહેમ હોય છે કે, તેમને લાગે છે કે જે તેમની વિરુદ્ધ બોલે છે તેમને તેઓ ડરાવી દેશે. ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, અમે ડરવાના નથી. તેઓ જેટલા અમને ડરાવશે અમે તેટલી જ તાકાતથી તેમની સાથે લડીશું.

 118 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી