‘યે દિલ સે નહીં ડર સે નિકલા ફૈસલા હૈ…’

પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડા પર પ્રિયંકા ગાંધીનો કટાક્ષ

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડા પર મોટો કટાક્ષ કરતા જણાવ્યું કે ‘યે દિલ સે નહીં ડર સે નિકલા ફૈસલા હૈ. પ્રિયંકા ગાંધીએ કરેલા ટ્વિટમાં જણાવ્યું કે ‘યે દિલ સે નહીં ડર સે નિકલા ફૈસલા હૈ. પ્રિયંકાએ કહ્યું કે વસૂલી સરકારની લૂંટને આગામી ચૂંટણીમાં જવાબ આપવાનો છે.

ઉલ્લેખનીય છે કેન્દ્ર સરકારે પેટ્રોલમાં 5 રુપિયા અને ડીઝલના ભાવમાં 10 રુપિયાનો ઘટાડો કર્યો છે. આ વાતના મુદ્દે પ્રિયંકા ગાંધીને મોદી સરકાર પર કટાક્ષપૂર્ણ ટ્વિટ કર્યું છે. 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને જણાવ્યું કે આ વર્ષે પેટ્રોલ 28 રુપિયા અને ડીઝલના ભાવમાં 26 રુપિયા વધ્યા. દેશમાં 14 બેઠકો પર પેટાચૂંટણી હારતા જ પેટ્રોલ અને ડીઝલના ક્રમશ 5 રુપિયા અને 10 રુપિયા ઘટાડવા પણ શું પ્રધાનમંત્રી મોદીની દિવાળી ભેટ છે કે શું? હે રામ! હદ છે.

રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ટેક્સજીવી મોદી સરકારને પાઠ ભણાવવા માટે દેશવાસીઓને અભિનંદન. પ્રજાતંત્રમાં વોટની ચોટથી ભાજપને સત્યનો આઈનો દેખાડી દીધો. યાદ કરો મે 2014 માં પેટ્રોલ 71.41 રુપિયા અને ડીઝલ 55.49 રુપિયા હતા ત્યારે ક્રૂડ ઓઈલ 105.71 પ્રતિ ડોલર હતું ત્યારે ક્રુડ ઓઈલ 82 ડોલર પ્રતિ બેરલ છે તેથી 2014 ના જેવી કિંમત ક્યારે થશે.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી