વારાણસી: પ્રિયંકાના કાર્યક્રમમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા, જાણો શું હતો સમગ્ર વિવાદ

લોકસભાની ચૂંટણી ની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે તન તોડ મહેનત કરી રહી છે ત્યારે તાજેતર માં કોંગ્રેસ માં વિધિવત રીતે જોડાયેલા પ્રિયંકા ગાંધીને યુપી ના પ્રભારી બનાવાયા છે. જેને લઇ કોંગ્રેસ પ્રિયંકા ને આગળ ધરી ચૂંટણી જીતવા માટે હવાતિયા કરી રહી છે. તો પ્રિયંકા ગાંધી પ્રચાર માટે વારાણસી પહોચ્યા હતા જ્યાં પ્રચાર દરમિયાનના આ કાર્યક્રમમાં રીતસરના મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા.

ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી જઈ ભારે સુત્રોચ્ચાર સાથે મારામારી કરી હતી .ઉલ્લેખનીય છે કે ભાજપ કાર્યકરો દ્વારા પ્રિયંકા વિરુધ સુત્રોચ્ચાર કરી રહ્યા હતા જેને પગલે સમગ્ર મામલો બીચકયો હતો

આ સમગ્ર બનાવને પગલે પોલીસ દ્વારા એકસન લેવામાં આવતા હોબાળો કરવા આવેલા કેટલાક લોકો ત્યાંથી નાસી છુટ્યા હતા. પ્રિયંકા ગાંધી વડા પ્રધાન મોદીના સંસદીય વિસ્તાર વારાણસીના પ્રવાસે છે ત્યારે તેઓ બાબા વિશ્વનાથ મદિર અને અનેક ધાર્મિક સ્થળે પૂજા અર્ચના કરી પુલવામાં શહીદ થયેલા જવાનોના પરિવારની મુલાકાત પણ લેવાના છે.

વારાણસી પહોચેલા પ્રિયંકા ગાંધી માટે કોંગ્રેસ કાર્યાલય ખાતે હોળી મિલન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પુલવામાં શહીદ થયેલા જવાનોના શોકમાં આ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવાયા છે તો તેઓ કોંગ્રેસને જીતાડવા માટે પોતાની ભરપુર તાકાત લગાવી રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ માટે સૌ પ્રથમ વોટ યાત્રાની શરૂઆત પ્રયાગરાજથી કરી હતી ત્યારબાદ મિરઝાપુર થઈ વારાણસી પહોચ્યા છે.

આ સમગ્ર વોટ યાત્રા દરમિયાન પ્રિયંકા ગાંધીએ ઘણા લોકો સાથે મુલાકાત કરીને તેમની સમસ્યા અંગે જાણકારી મેળવી હતી. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ભાષણ સાંભળવા અને તેમને નિહાળવા આ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકાનો કોંગ્રેસના પ્રચાર માટેનો પ્રવાસ લોકસભાના પરિણામ પર સારી અસર જોવા મળી શકે છે .

 136 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી