યોગી સરકાર ઝુકી, સોનભદ્રના પીડિત પરિવારને મળ્યા પ્રિયંકા ગાંધી

સોનભદ્રના પીડિત પરિવાર સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મુલાકાતની કરેલી માગ સામે યોગી સરકાર ઝુકી છે. પ્રિયંકા ગાંધીએ ચુનારમાં પીડિત પરિવાર સાથે મુલાકાત કરી. જે દરમ્યાન પ્રિયંકા ગાંધી ભાવુક થયા હતા. પ્રિયંકા ગાંધીનો આરોપ છે કે, પોલીસે માત્રે બે પીડિત પરિવાર સાથે મુલાકાત કરવા દીધી. બાકી પીડિતોને અંદર આવવા ન દીધા. પ્રિયંકા ગાંધીને ૧૫ પીડિત પરિવારના સભ્યો મુલાકાત માટે આવ્યા હતા.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ચુનારમાં સતત બીજા દિવસે ધરણા શરૂ કર્યા. પ્રિયંકા સોનભદ્રમાં પીડિત પરિવાર સાથે મુલાકાત કરવા અડગ રહ્યા હતા. પ્રિયંકા ગાંધીએ જણાવ્યુ કે, પીડિત પરિવાર સાથે મુલાકાત કર્યા વગર હું નથી જવાની. જોકે, બાદમાં પીડિત પરિવાર સાથે તેમણે મુલાકાત કરી હતી.

સોનભદ્રમાં કલમ 144 લાગૂ કરવામાં આવી હોય તો. પીડિત પરિવારને મિર્ઝાપુર કે વારાણસી લાવવામાં આવે. પ્રિયંકા ગાંધીને પોલીસે મિર્ઝાપુરમાં રોકી રાખ્યા છે. જેથી તેઓ મિર્ઝાપુરના ચુનાર ગેસ્ટ હાઉસમાં ધરણા પર બેસી ગયા.ગેસ્ટહાઉસમાં વીજળી પણ કપાયેલી હતી.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી