અયોધ્યામાં ગરીબોની જમીન છીનવી લેવાઇ : પ્રિયંકા ગાંધી

રામ નામ પર ભ્રષ્ટાચાર, ચંદા ઘોટાલા કે બાદ જમીન ઘોટાલા

અયોધ્યામાં સુપ્રમી કોર્ટના ચુકાદા બાદથી રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે. પરંતુ તેના અન્ય પાસાઓ પર વિવાદ ચાલુ રહ્યો છે. આવો જ એક વિવાદ જમીન ખરીદીને લઈને છે. અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ  અયોધ્યામાં રામ મંદિરની આસપાસ અનેક જમીનો ખરીદવામાં આવી છે. આ જમીનો અધિકારીઓ થી લઈને પોલીસ અધિકારીઓ, નેતા થી લઈને તેમના પરિવારજનો સુધી ખરીદવામાં આવી છે. હવે યોગી સરાકારે આ મામલે તપાસના આદેશ આપી દીધો છે. અને આગામી પાંચ દિવસમાં વિગતવાર રિપોર્ટ માંગવાનો આવ્યો છે. 

ત્યારે આ મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ અયોધ્યામાં શ્રી રામ મંદિરની આસપાસ જમીન ખરીદીને લઈને રાજ્યની યોગી સરકાર અને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં દલિતોની જમીનો ખરીદવામાં આવી છે અને આ ભ્રષ્ટાચાર છે. કારણ કે ભાજપ શ્રી રામના નામ પર લૂંટ ચલાવી રહી છે. તેમણે કહ્યું કે 2017માં કોઈએ બે કરોડમાં ખરીદી હતી અને ત્યારબાદ 8 કરોડની કિંમતની 10 હજાર ચોરસ મીટર જમીન ટ્રસ્ટને વેચી દીધી હતી અને 12 હજાર ચોરસ મીટર રવિ મોહન તિવારીએ ખરીદી હતી.

બીજી તરફ સંઘના પદાધિકારી અનિલ મિશ્રા અને અયોધ્યાના મેયર હૃષીકેશ ઉપાધ્યાય તેના સાક્ષી છે. રવિ મોહન તિવારીએ 10.50 કરોડમાં વેચેલી જમીનના સાક્ષીઓ પણ સંઘના અધિકારીઓ છે. આ કૌભાંડ નથી તો શું છે? આ મંદિર સુપ્રીમ કોર્ટના આદેશ પર બની રહ્યું છે અને સુપ્રીમ કોર્ટના અધિકારીઓએ તેની તપાસ કરવી જોઈએ. યોગી સરકારના તમામ અધિકારીઓ લૂંટમાં લાગેલા છે. કેટલી જમીન છે અને કેટલું કૌભાંડ છે તે કોઈને ખબર નથી. ભગવાન રામના પર ભાજપ ભ્રષ્ટાચાર કરી રહી છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે શ્રી રામ મંદિર માટે ખરીદેલી જમીનમાં એક સાક્ષી અયોધ્યાના મેયર છે અને બીજા સંઘનો પદાધિકારી છે. અયોધ્યામાં જમીનોની લૂંટ ચાલી રહી છે અને યોગી આદિત્યનાથ અને રાજ્યની તેમની સરકાર શ્રી રામ મંદિર માટે લૂંટમાં વ્યસ્ત છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ કેસની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થવી જોઈએ.

કોંગ્રેસ મહાસચિવે આક્ષેપ કર્યો છે કે કરોડોની કિંમતની જમીન રામ મંદિર નિર્માણ ટ્રસ્ટને રૂ. 26.50 કરોડમાં વેચવામાં આવી હતી. તેમણે કહ્યું કે 15 નવેમ્બર, 2017ના રોજ, હવેલી અવધ, બાગ બિજૈસી, અયોધ્યાની 2.334 હેક્ટર જમીન મહઝૂઝ આલમ વગેરેએ ભાગેડુ ગુનેગાર હરીશ કુમાર પાઠક ઉર્ફે બાબા હરિદાસ અને તેની પત્ની શ્રીમતી કુસુમ પાઠકને 2 કરોડમાં વેચી દીધી હતી અને એ જ જમીન પાછળથી કરોડોમાં વેચાઈ. આ એક સંપૂર્ણ કૌભાંડ છે અને તેની તપાસ થવી જોઈએ. આ કૌભાંડની ઉચ્ચ કક્ષાએ તપાસ થવી જોઈએ.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી