પ્રિયંકાગાંધીની ગંગા યાત્રા BJPના સેહત માટે હાનિકારક?, પ્રયાગરાજની લોકસભા સીટો પર નજર

લોકસભા 2019ની જંગની શરુઆત થઈ ગઈ છે અને ચુંટણીની આદર્શ આચાર સહિતા પણ લાગુ થઈ ગઈ છે ત્યારે પ્રિયંકા ગાંધી બે દિવસીય ઉત્તર પ્રદેશના મુલાકાતે છે. આજે તેમનું ત્યાં બીજો દિવસ છે. જાણવા મળી રહ્યું કે ગઈ કાલે પ્રિયંકા ગાંધીએ પ્રયાગરાજથી ગંગા યાત્રા શરુ કરી હતી. પ્રિયંકા ગાંધીએ કેટલીક જગ્યા ચોકીદારને લઈને પણ પ્રધાનમંત્રી ઉપર કટાક્ષ કર્યા હતા. જણાવ્યું હતું કે ચોકીદારની જરુરત મોટા વ્યક્તિને છે અને આ ચોકીદાર માત્ર મોટા લોકોનું ચોકીદાર છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનો ઉત્તરપ્રદેશમાં આજે બીજો દિવસ છે. તેમની ગંગા યાત્રા આજે ભદોહીના સીતમાઢીથી આગળ વધશે. રાત્રે તેઓ અહીં જ રોકાયા હતા. તેઓ બપોરે મિર્ઝાપુરમાં માં વિંધ્યવાસિનીના દર્શન કરશે અને કાંતિત શરીફ મઝાર પર માથું ટેકવશે.

સોમવારે તેઓએ પ્રયાગરાજમાં સંગમ તટ પર ગંગાની પૂજા કરશે અને કોંગ્રેસના રંગમાં રંગાયેલી હોડીમાં બેસી મનૈયા ઘાટથી યાત્રા શરૂ કરશે. આ પહેલાં પ્રયાગરાજમાં સુતા હનુમાન અને અક્ષયવટના દર્શન કર્યા હતા. યાત્રા દરમિયાન અનેક પડાવ પર પ્રિયંકાએ લોકો સાથે મુલાકાત કરી અને પીએમના હું ચોકીદાર છું અભિયાન પર કટાક્ષ કર્યાં હતા.

પ્રિયંકા ગાંધી મંગળવારે સીતામઢીથી યાત્રા શરૂ કરશે. સૌથી પહેલાં મઢહા ગામ (મિર્ઝાપુર) પહોંચશે. બપોરે મા વિંધ્યવાસિની મંદિર, કાલે ખોહ મંદિર અને અષ્ટભુજા મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ત્યાંથી તેઓ કંતિત શરીફ મઝાર પર જશે જ્યાંથી હોડીમાં કચહરી ઘાટ માટે પ્રસ્થાન કરશે.

પ્રિયંકા હોડીથી ગંગા કિનારાના ગામોમાં ભ્રમણ કરતાં મંગળવારે સાંજે ભદોહીના ચુનારમાં શીતળા માતાના દર્શન કરશે. અહીં જ તેઓ રાત્રિ વિસામો કરશે. બીજા દિવસે એટલે કે 20 માર્ચે સવારે તેઓ દરગાહ ચુનાર, બુઢેનાથ મંદિર અને શીતળાધામ પહોંચશે. જે બાદ વારાણસી જવા નીકળશે, જ્યાં તેમની યાત્રા અસ્સી ઘાટ પહોંચશે. ત્રણ દિવસમાં તેઓ લગભગ 140 કિમી યાત્રા કરશે.

આ ત્રણ દિવસીય યાત્રામાં પ્રિયંકા ગાંધીએ ભારતીય જનતા પાર્ટીને છટકવાનો મોકો આપ્યો જ નથી. પ્રિયંકા ગાંધી છેલ્લી ઘણીએ લોકો ના દિલમાં ઉતરી ગઈ જેથી આ યાત્રાથી ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો જડે તાવી શક્યતાઓ સેવાઈ રહી છે.ત્યારે વારાણસીથી પ્રયાગરાજ સુધી ગંગા પાંચ જિલ્લામાં વહે છે. આ જિલ્લાની છ લોકસભા સીટ પર પ્રિયંકાની નજર છે.

2009ની ચૂંટણીમાં અહીં કોંગ્રેસ ચોથા નંબરે રહી હતી. અહીં કોંગ્રેસના બૂથ સ્તરના કાર્યકર્તાઓમાં નવી ઉર્જા ફુંકવા માટે પ્રિયંકાએ ગંગા યાત્રા શરૂ કરી છે. પ્રિયંકાની પ્રયાગરાજથી વારાણસીની આ ત્રણ દિવસની યાત્રા 20 માર્ચે સંપન્ન થશે. દેશના રાજકારણમાં ખાસ જગ્યા બનાવનાર ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ અને વારાણસીમાં પ્રિયંકા ગાંધીનું ખાસ ફોકસ છે.

 130 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી