પ્રિયંકા ગાંધીએ તેના બાળકો સાથે લીધી ખાસ સેલ્ફી, Viral Pics

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે તેમની પારંપરિક સીટ અમેઠીથી ઉમેદવારી પત્ર ભર્યુ હતું. આ દરમિયાન રાહુલની સાથે તેનો સમગ્ર પરિવાર હાજર હતો. આ દરમિયાન એક એવી તસવીર સામે આવી, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

આ તસ્વીરમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા તેમના બાળકો સાથે સેલ્ફી લેતા દેખાઈ રહ્યાં છે. જેમાં પ્રિયંકા તેમના પુત્ર રેહાન અને દીકરી મિરાયા સાથે સેલ્ફી લેતા નજરે આવી રહ્યા છે. કોંગ્રેસે કેપ્શનમાં લખ્યું કે,‘પ્રિયંકા ગાંધી વાડ્રા તેમના બાળકો સાથે.’

પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ ટ્વિટને રિટ્વિટ કર્યું અને લખ્યું કે,‘આ તસવીર તેનાથી પણ સારી છે જે સેલ્ફી મે મારા ફોનથી લીધી છે.’ તમને બતાવી દઈએ કે પ્રિંયકા ગાંધી વાડ્રાના બાળકો રેહાન અને મિરાયા આ પહેલા પણ કેટલીક વખત જાહેર કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂંક્યા છે પરંતુ આ રીતે મોટા રાજનીતિક કાર્યક્રમમાં બન્ને પહેલી વાર એક સાથે દેશની જનતા સામે આવ્યા હતા.

 31 ,  3