September 22, 2020
September 22, 2020

એશિયાઈ સિંહોની સુરક્ષા માટે પ્રોજેક્ટ લાયન શરૂ કરાશે

પ્રોજેક્ટ લાયનથી ગુજરાતના એશિયાટીક લાયનના સંરક્ષણને મળશે વધુ વેગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 74માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે સંબોધન કરતા એશિયાઈ સિંહોની સુરક્ષા અને સંવર્ધન પર પણ ભાર મુક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સફળતા પૂર્વક પ્રોજેક્ટ ટાઈગર અને પ્રોજેક્ટ એલીફન્ટ બાદ હવે પ્રોજેક્ટ લાયનની શરૂઆત થશે. જેમાં એશિયાટિક સિંહોની રક્ષા સુરક્ષા પર વધુ ભાર મુકાશે.

મહત્વનું છે કે, પ્રોજેક્ટ લાયનથી ગુજરાતના એશિયાટીક સિંહોના સંરક્ષણને વધુ વેગ મળશે. આ સાથે પ્રધાનમંત્રીએ પ્રોજેક્ટ ડોલ્ફિનને શરૂ કરવાની વાત કરી હતી.

એશિયાઇ સિંહએ બિલાડ વંશનું સૌથી ઊંચું અને વાઘ પછીનું સૌથી મોટું પ્રાણી છે. આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. એશિયાઇ સિંહે એ ભારતમાં જોવા મળતી 5 “મોટી બિલાડી” ઓ માંથી એક છે. અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો, બરફનો દીપડો, અને ધબ્બેદાર દીપડો વગેરે છે. પહેલાના સમયમાં તે અરબસ્તાનથી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતાં, ત્યારે તેની ત્રણ પ્રજાતિઓ હતી બંગાળના સિંહ, અરેબીયાના સિંહ અને ઇરાનનાં સિંહ, વખત જતાં આજે તે ફક્ત ભારતનાં થોડા ભાગ પૂરતા જ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાનાં અને રંગ ઝાંખો હોય છે. પરંતુ આક્રમકતા આ બંન્ને પ્રજાતિમાં સરખીજ હોય છે.

આ પ્રાણી સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં, જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળાની ઋતુમાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે. સિંહણ સામાન્ય રીતે એક જણતરમાં બે થી ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે, ચાર બચ્ચા આપ્યાનું પણ નોંધાયેલ છે.

વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ 29 વર્ષ નોંધાયેલું છે, ( સામાન્ય રીતે 15 – 18 વર્ષ ). જુનાગઢ ખાતે આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વધુમાં વધુ ૨૩ વર્ષ અને અમદાવાદ પ્રાણીસંગ્રહાલયમાં ૨૬ વર્ષ નોંધાયેલું છે. સામાન્ય રીતે જ્યાં સિંહની વસ્તી હોય છે, ત્યાં વાઘ રહેતા નથી અને એનું કારણ બીજું કશું નહિ પણ એ હકીકત છે કે સિંહ અને વાઘ બન્નેને રહેઠાણ માટે અલગ અલગ પ્રકારનાં જંગલની જરુરિયાત હોય છે. સિંહને પાંખા આવરણવાળા જંગલ માફક આવે છે જ્યારે વાઘને ગાઢા જંગલો વસવા માટે પસંદ હોય છે. સિંહને ૧૮ નખ હોય છે. આગળના પગમાં ૪-૪ અને પાછળના પગમાં ૫-૫.

એક અંદાજ પ્રમાણે એશિયાટીક સિંહ ભારતદેશમાં લગભગ 50,000 થી 1,00,000 વર્ષ પહેલા પ્રવેશ્યા. 1880થી 1890 સુધીમાં દેશમાંના અન્ય રાજ્યોમાંથી ધીરેધીરે સિંહનો સફાયો થયો, અને ફક્ત ગીરના જંગલ પૂરતા તે સિમીત રહી ગયા. 

 53 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર