લોકસભામાં પ્રસ્તાવ રજૂ, શાહનો પડકાર- નિયમ તોડ્યો હોય તો બતાવો

ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ વિશે વિપક્ષે હોબાળો કર્યો છે. કોંગ્રેસ નેતા અધિરરંજન ચૌધરીએ કહ્યું છે કે, કાશ્મીર મુદ્દો યુએનમાં પેન્ડિંગ છે. તેથી તે અંગત મુદ્દો કેવી રીતે હોઈ શકે છે.

આ વિશે શાહે પડકાર આપતા કહ્યું કે, સરકારે કોઈ નિયમ તોડ્યો હોય તો તમે જણાવી શકો છો. અમે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરને પણ આપણું જ માનીએ છીએ. અમે તે માટે જીવ પણ આપી દીશું. શાહે સોમવારે રાજ્યસભામાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારપછી રાષ્ટ્રપતિએ કલમ હટાવવાની અધિસૂચના જાહેર કરી હતી.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી