ડીસામાં દેહવ્યાપારનો પર્દાફાસ, બે મહિલા સહિત પાંચની અટકાયત

શહેરના સાર ટાઉનશીપ સોસાયટી ભાગ-2માં ચાલતું હતું કૂટણખાનું

બનાસકાંઠા જિલ્લાનાં ડીસા શહેર દેહવ્યાપરનો પર્દાફાશ થયો છે. પોલીસે કરેલી રેડમાં બે મહિલા સહિત પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે.લાંબા સમયથી ચાલતા સેક્સ રેકટમાં સંડોવાયેલા અનેક દલાલો અને ગ્રાહકોનો ભાંડો ફોડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ડીસા પોલીસને સાર ટાઉનશીપ સોસાયટી ભાગ-2માં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે પોલીસે બે ડમી ગ્રાહક મોકલ્યા હતા અને ડમી ગ્રાહકે કૂટણખાનાની જગ્યાએ પહોંચીને ઇશારો કરતાં જ પોલીસે દરોડા પાડ્યા હતા. આ રેડ દરમિયાન બે યુવતીઓ અને ત્રણ યુવકો રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

બહારથી છોકરીઓ મંગાવી દેહ વ્યાપારનો ધંધો કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

પોલીસે દેહ વ્યાપારનો ધંધો કરતી બે મહિલાઓ સહિત કુલ પાંચ લોકોની અટકાયત કરી છે. પાંચેય આરોપીઓ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેંશન એકટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ દરોડામાં પોલીસે પૂજા ટિકચંદ શ્રીમાળી, અશોક ચમનભાઈ, શંકર પુરાભાઈ ચૌધરી, અલ્પેશ રુઘનાથભાઈ દેલવાડિયા અને મહેશ સોનારામ પુરોહિતની ધરપકડ કરી છે.

 46 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર