September 28, 2020
September 28, 2020

વડોદરામાં હાર્દિક પટેલની મુલાકાત પહેલા કાળા વાવટા ફરકાવીને વિરોધ

વડોદરામાં મુલાકાત પહેલા કાળા વાવટા ફરકાવીને હાર્દિક પટેલનો કરવામાં આવ્યો વિરોધ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજે વડોદરાની મુલાકાતે છે. હાર્દિક પટેલ હાલમાં આગામી પેટાચૂંટણીને કારણે વિવિધ જગ્યાએ જઇ કાર્યકરોને મળી રહ્યાં છે. તેઓએ આજે કાશી વિશ્વનાથ મહાદેવનાં મંદિરે ભગવાનનાં દર્શન કર્યા હતાં. એવામાં વડોદરાનાં સામાજિક કાર્યકર સંજય પંચાલે કાળો વાવટો ફરકાવીને વિરોધ કર્યો હતો. જો કે કોંગ્રેસનાં કાર્યકરોએ તેને માર મારી પોલીસને સોંપી દીધો હતો. જો કે નવાપુરા પોલીસે વિરોધ કરનાર યુવકની અટકાયત કરી છે.

જો કે તમને જણાવી દઇએ કે આ પહેલા હાર્દિક પટેલનાં વડોદરામાં આગમનથી કલમ 144 ભંગ થવાની શક્યતા હોવાને લીધે સામાજીક કાર્યકર સંજય પંચાલે કલેક્ટર અને પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવીને હાર્દિક પટેલને વડોદરામાં પ્રવેશવા નહીં દેવાની માંગ કરી હતી.

વડોદરાની નજીક આવેલ સાંકરદાનાં સામાજિક કાર્યકર સંજય પંચાલે જણાવ્યું હતું કે, “હાર્દિક પટેલ પર રાજદ્રોહ જેવા ગુના દાખલ થયેલ છે. કોંગ્રેસ સાથે મળી 2015માં પાટીદાર અનામત આંદોલન કરીને 14 પાટીદાર દિકરાઓનો ભોગ લીધો અને જેનાં લીધે ગુજરાતની શાંતિ ડહોળાઈ હતી. જો હાર્દિક પટેલ વડોદરાની મુલાકાત લેશે તો કલમ 144નો ભંગ થવાની પૂરેપૂરી શક્યતા છે અને જો હાર્દિક પટેલને પ્રવેશ આપવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી સંજય પંચાલે ઉચ્ચારી હતી.”

 101 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર