September 23, 2021
September 23, 2021

પ્રાંતિજ : સોશિયલ મીડિયામાં આ મેસેજ વાયરલ થતાં નગરજનો ફફડી ઉઠ્યા

પોલીસ પણ દોડતી થઇ, કહ્યું – ડરો નહીં…

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસના નામે કોઈએ ખોટો મેસેજ વાયરલ કરતા નગરજનો સહિત તાલુકાના લોકોમાં નાના બાળકોના માતાપિતામા ભયનો માહોલ ફેલાવ્યો હતો. આ મેસેજ અંગે પ્રાંતિજ પોલીસને પણ જાણ થતા પીઆઈ એચ.એસ.ત્રિવેદી દ્રારા આ મેસેજ ફેક મેસેજ હોવાનુ અને મેસેજ નો ફેલાવવો કે આવી કોઈ આફવા ઉપર ધ્યાન ન આપવા જણાવ્યુ હતું.

પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસના નામે વોટ્સએપ ઉપર ખોટો મેસેજ વાયરલ કરવામા આવ્યો હતો અને મેસેજમા જણાવ્યુ હતુ કે પ્રાંતિજ ગામની અંદર બસ્સોથી ત્રણસો લોકો નાના બાળકોને ઉપાડવાની ગેંગ આવી હોવાનો ખોટો મેસેજ પ્રાંતિજ પોલીસ સ્ટેશન નામથી વોટ્સએપ ઉપર મેસેજ વાયરલ કર્યો હતો અને મેસેજ ફરતા પ્રાંતિજ સહિત તાલુકાના લોકો અને નાના બાળકોના માતાપિતામા ભયનો માહોલ જોવા મળ્યો હતો. મેસેજમા એ પણ લખવામા આવ્યુ હતુ કે, દિવસે માતાજીના ફોટા લઈને કાળા કપડા પહેરીને પૈસા ઉધરાવે છે અને તે બહાને કોના ધરે નાના બાળક છે તે જોવે છે અને રાત્રીના સમયે ફોરવ્હીલ લઈને આવે છે અને મોટા માણસોને બેહોશ કરી દે છે.

તમારા ધરે નાના બાળકો હોય તો રાત્રીના સમયે દરવાજો ખોલશો નહી તો મેસેજની નીચે છેલ્લે એ પણ લખવામા આવ્યુ હતુ કે આ મેસેજ જુઠ્ઠો નથી તમે મેસેજ આગળ મોકલશો તો કોઇ પણ એક બાળક બચી જાય તેવો પણ ઉલ્લેખ કરવામા આવ્યો હતો એટલું જ નહીં એ પણ લખવામા આવ્યુ હતુ કે મહેરબાની કરી તમારા જેટલા ગ્રુપો હોય તેમા આ મેસેજ મોકલો ત્યારે પ્રાંતિજ પોલીસના નામે ખોટો મેસેજ વાયરલ થતા પ્રાંતિજ સહિત તાલુકાના લોકોમા ભયનો માહોલ જોવા મળ્યો હતો.

પ્રાંતિજ પોલીસને પણ આ વાયરલ ફેક મેસેજ અંગે જાણ થતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એસ.ત્રિવેદીએ પણ મીડીયાના માધ્યમથી તથા નગરના આગેવાનો તથા વોટ્સએપ ગુપ માધ્યમથી પોતે આગળ આવીને આ મેસેજ ખોટો છે અને આ મેસેજને આગળ વધારશો નહી અને પ્રાંતિજ સહિત તાલુકાના લોકોએ કોઈ ડરવાની જરૂર નથી અને ખોટી અફવાઓ ના ફેલાવવા અને અફવાઓ ઉપર ધ્યાન ના આપવા અને અફવાઓ થી દુર રહેવા પ્રાંતિજ પીઆઈ એચ.એસ.ત્રિવેદીએ નગરજનો સહિત તાલુકાના લોકોને અપીલ પણ કરી છે અને આ મેસેજ વાયરલ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામા આવશે તેવુ જણાવ્યુ હતુ.

 54 ,  2