September 26, 2020
September 26, 2020

પ્રાંતિજ : વડવાસા પાટીયા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખનું મોત

ઇકો અને કાર વચ્ચે ભીષણ ટક્કર, 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા

સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજના નજીક નેશનલ હાઈવે આઠ પર વડવાસા પાટીયા પાસે ઇકોકાર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈકોમા સવાર પ્રાંતિજ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ સુંદરબેન તુલસીભાઇ કહારનું ધટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય છ ને ઇજાઓ પહોચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

પ્રાંતિજના વડવાસા પાટીયા પાસે દહેગામથી આવતી ઇકો કાર GJ9BB9217 અને ચિલોડા તરફથી આવતી કાર GJ09BE0684 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જોકે બન્ને કાર પ્રાંતિજની હતી તો અકસ્માત એટલો બધો ભયંકર હતો કે રેનોલ્ટ કેવિડ કંપનીની કાર રોડની વચ્ચે આવેલ ડિવાઇડર ઉપર ચડી ગઇ હતી. ડીવાઇડર વચ્ચે આવેલ ઝાડ કારનું પતરૂ ચીરીને ઝાડ વચોવચ આવી ગયું હતુ.

દુર્ઘટનામાં ઇકો કારમાં સવાર નગરપાલિકાનાના પૂર્વ મહિલા સુંદરબેન તુલસીભાઇ કહારનું ધટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. તો ઇકો કારમાં સવાર અન્ય છને ગંભીર ઇજાઓ થતા 108 મારફતે પહેલા પ્રાંતિજ સિવિલ તથા ત્યાથી વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

ઇજાગ્રસ્તોના નામ

  • લીલાબેન ગોકુલભાઇ કહાર
  • મંગુબેન તખાજી મકવાણા
  • ચંદાબેન કચરાજી મકવાણા
  • માયા બેન ભરતજી મકવાણા
  • કંકુબેન નટવરભાઈ વાધેલા
  • કાશીબેન કેશાજી મકવાણા

 135 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર