પ્રાંતિજઃ સાત “શકુનીઓ” ને હિંમતનગર એલ.સી.બીએ ઝડપ્યાં

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના બાલીસણા ખાતેથી જુગાર રમતા સાત શકુનીઓને હિંમતનગર એલ.સી.બી દ્વારા ઝડપી પાડ્યા હતાં.

પ્રાંતિજ તાલુકા ના બાલીસણા ગામ ની સીમમાં શ્રાવણીયો જુગાર રમત સાત શકુનીઓને જિલ્લા એલ.સી.બી પોલીસ દ્વારા દાવની રકમ ૧૬,૫૦૦ ગંજી પાના જુગાર રમતા શકુની ઓ પાસે થી અગઝડતી થી મળેલ રકમ ૬,૫૫૦ એક મોબાઈલ જેની કિંમત ૩,૬૦૦ મળી કુલ ૨૬,૬૫૦ ના મુદ્દામાલ સાથે સાત આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.

જેમાં (૧) ગાભાજી કૌયાજી ચૌહાણ (ઠાકોર) રહે.કુવા વાળોવા , માધવગઢ તા.ગાંધીનગર (૨) ગોપાલજી મનાજી ઠાકોર રહે.મોટી આદરજ તા.ગાંધીનગર (૩) અંબાલાલ શામળદાસ પટેલ રહે. સાદરા તા.ગાંધીનગર (૪)રમણજી જેસંગજી ચૌહાણ (ઠાકોર) રહે. કલ્યાણ પુરા સાદરા તા.ગાંધીનગર (૫) લક્ષ્મણજી વરસગજી ઠાકોર રહે.બાબુપુરા વિશ્વ વિદ્યાલય સ્કુલ સામે ન્યુ સિવિલ રોડ અસારવા અમદાવાદ (૬) ફારુકભાઇ રસુલભાઇ કુરેશી રહે બસસ્ટેન્ડ સાદરા તા.ગાંધીનગર (૭) વજાજી કોદરજી ચૌહાણ કલ્યાણ પુરા સાદરા તા.ગાંધીનગર આરોપીઓની અટકાયત કરી જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનોનોધી આગળ ની તપાસ હાથધરી હતી.

(સંજય રાવલ – પ્રતિનિધિ પ્રાંતિજ)

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી